ફરસી પૂરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ફરસી પૂરી એ એક તેલમાં તળીને તેમ જ મેંદાના લોટમાંથી બનાવવામાં આવતી વાનગી છે. આ પૂરી શિખંડ સાથેના ભોજનમાં પીરસવામાં આવે છે. આ વાનગીનો ઉપયોગ દરરોજ બે વાર કે તેથી વધુ વાર લેવાતી ચા સાથે લેવાતા નાસ્તા (સુકા ફરસાણ) તરીકે પણ થાય છે. સામાન્ય રીતે પૂરી નરમ હોય છે, પરંતુ આ પૂરી કડક અને કરકરી હોય છે.

બનાવવાની રીત[ફેરફાર કરો]

  • સામગ્રી :

૧/૨ કિલો મેંદો, ૧૨૫ ગ્રામ રવો, ૨૦૦ ગ્રામ ઘી, ૧ ચમચી જીરૂ, ૧ કપ દૂધ, ૫૦ ગ્રામ ચણાનો લોટ, ૫૦ ગ્રામ ચોખાનો લોટ, ૧/૨ ચમચી મરી, ખાંડેલા મીઠું, તળવા માટે તેલ.

  • રીત :

સૌપ્રથમ ઘી, ચોખાનો લોટ અને દૂધ ત્રણે ભેગા કરી ખૂબ ફીણવું. પછી તેમાં મેંદો, ચણાનો લોટ, રવો તેમજ મરી, જીરૂ, મીઠું બધું નાખી ભેગું કરવું. પછી દૂધ અથવા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. પછી ઘીવાળો હાથ કરી લોટ ખૂબ મસળી તેના લુઆ પાડવા. તેની પાતળી પૂરી વણી લેવી. પૂરી વણાઈ જાય એટલે નખ મારી ધીમા તાપે તળી લેવી.