લખાણ પર જાઓ

ફીજી હિંદી

વિકિપીડિયામાંથી

ફીજી હિંદી ૩,૧૩,૦૦૦ લોકોની માતૃભાષા છે. આ ભાષા ભારતીય મૂળના ફીજી લોકો બોલે છે.

આ ભાષા હિંદીના પ્રકાર અવધી અને ભોજપૂરી પરથી ઉતરી આવી છે. આ સિવાય આ ભાષામાં ફીજી અને અંગ્રેજી ભાષાના પણ શબ્દો વિપુલ પ્રમાણમાં છે. જેવો સંબંધ આફ્રીકાન્સ અને ડચ ભાષા વચ્છે છે તેવો જ સંબંધ ફીજી હિંદી અને મૂળ હિંદી વચ્ચે છે. તે પેસિફિક ગૂંગણાટ સાથે બોલાય છે.

તાજેતરના સમયમાં ફીજીમાં રાજકીય ઊથલપાથલને કારણે ફીજી ભારતીયો મોટી સંખ્યામાં ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ અને કેનેડા ગયા અને ફીજી હિંદીનું પણ સ્થળાંતર કર્યું.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]