ફૂલવડી

વિકિપીડિયામાંથી
ફૂલવડી
ફૂલવડી

ફૂલવડી એ ચણાના લોટની એક જાતની વડી કે ઘી કે તેલમાં તલીને બનતી ચણાના લોટનું મસાલાદાર ભજિયું છે. સામાન્ય રીતે ભજિયાં કોઈ શાક આદિ વસ્તુ પર ખીરું લપેટીને તળીને બનાવાતી વાનગી છે. પણ જ્યારે કોઈ શાકભાજી ઉમેર્યા સિવાય માત્ર ખીરાં માંથી ભજિયાં બનાવાય છે ત્યારે તેને ફૂલવડી તરીકે ઓળખાય છે.

પ્રાચીન સમયમાં જમણવારમાં ફૂલવડી એક ખાસ વ્યંજન ગણાતું.

વર્તમાન સમયમાં ફરસાણ તરીકે ભોજન સાથે અથવા ચા સાથે નાસ્તા તરીકે ફુલવડીનો ઉપયોગ કરવામાં આવે છે. વળી પ્રવાસ - મુસાફરી વેળા સાથે લઇ જવાના સુકા નાસ્તા તરીકે ફુલવડીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.