ફેસબુક

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ફેસબુક
Facebook.svg
યુઆરએલ facebook.com
વેબસાઈટનો પ્રકાર સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ
નોંધણી જરૂરી
પ્રાપ્ય ભાષા\ભાષાઓ બહુભાષીય (૭૦)
વપરાશકર્તાઓ ૧૦ કરોડથી વધુ[૧] (સક્રિય) (ઓક્ટોબર ૨૦૧૨)
પ્રોગ્રામિંગ ભાષા C++, D[૨] અને PHP[૩]
માલિક ફેસબુક, ઇન્ક.
સર્જનકર્તા
શરૂઆત ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ફેબ્રુઆરી 4, 2004 (2004-02-04)
આવક Increase ૫૦૮ યુએસ ડોલર (૨૦૧૨)[૪]
એલેક્ષા ક્રમાંક Increase ૨ (૩,ફેબ્રુઆરી ૨૦૧૩ના મુજબ[૫]
હાલની સ્થિતિ સક્રિય

ફેસબુક ઈન્ટરનેટ પર એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ છે . જેના વડે લોકો પોતાના મિત્રો,પરિવાર અને જાણીતા લોકો સાથે સંપર્ક રાખી શકે છે.એ ફેસબુક, ઇન્ક. નામની કંપની એનું સંચાલન કરે છે. આ સાઈટ ની શરૂઆત ૨૦૦૪ માં હાવર્ડ યુનિવર્સીટીના એક વિદ્યાર્થી માર્ક ઝકરબર્ગ કરી હતી. ત્યારે એ સાઈટ નું નામ ધી ફેસબુક હતું. શરુઆત માં આ સાઈટ માત્ર હાવર્ડ કોલેજ ના વિદ્યાર્થી પુરતી સીમિત હતી . પછી તેમાં બીજી યુનિવરસીટી ને પણ જોડવા માં આવી આ સાઈટ ખુબ ઝડપ થી લોકપ્રિય બની ને થોડા જ મહિના માં આખા અમેરિકા ના શિક્ષણ જગત માં જાણીતી બની ગયી . ઓગસ્ટ ૨૦૦૫ માં તેનું નામ ફેસબુક રાખવા માં આવ્યું . અને ૨૬ સપ્ટેબર ૨૦૦૬ માં આમ જનતા માટે ખોલવા માં આવી .

હાલ માં ૪૨૫ મિલિયન મોબાઈલ દ્વરા સાઈટ નો ઉપયોગ કરે છે અને દરેક વપરશકર્તા દરરોજ ૨૫ મિનીટ થી વધુ સમય ફેસબુક નો વપરાશ કરે છે . છેલ્લે ઓક્ટોબર ૨૦૧૨ માં આપેલ સતાવાર આકડા મુજબ સાઈટ પર ૧૦૦૦ મિલિયન જેટલા વપરશકર્તા નોધાયેલ છે .

વેબસાઈટની મુખ્ય સુવિધાઓ[ફેરફાર કરો]

પ્રોફાઈલ[ફેરફાર કરો]

ફેસબુક નો ઉપયોગ કરનાર તેની એક પ્રોફાઈલ બનાવી શકે છે તેમાં પોતાના વિશે ની બધી જાણકારી આપે છે .જેમાં નામ,ફોટો, જન્મતારીખ, ને ધંધો ,કોલેજ –સ્કુલ ના અભ્યાસ ની વિગતો આપી શકે છે .પ્રોફાઈલ ની વિગતો કોણ કેટલી જોઈ શકે એ પણ નિયંત્રિત કરી શકો છો .તેમજ તમારા જીવન માં બનેલ મહત્વપૂર્ણ ઘટના જેવી કે નવી નોકરી ,કોઈ જીતેલ ઇનામ કે કોઈ અન્ય સિદ્ધિ ને લાઈફ ઇવેન્ટ માં પણ મૂકી શકો છો

સ્ટેટસ અપડેટ[ફેરફાર કરો]

ફેસબુક ની સૌથી મુખ્ય સુવિધા માથી એક સ્ટેટ્સ અપડેટ છે . જેમાં વપરાશકર્તા કોઈ પણ સમયે શું વિચારી રહીઓ છે અથવા તો શું કરે છે એની માહિતી જાણવે તેને સ્ટેટસ અપડેટ કહેવાઈ છે . જેમાં ફોટો કે કઈ જગ્યા એ છે એ પણ જણાવી શકે છે . તેમજ જે તે સમયે બીજા ક્યાં ફેસબુક વપરાશકર્તા સાથે છે એ પણ બતાવી શકે છે. આ સ્ટેટસ ને બીજા મિત્રો લાઈક કે તેના પર ટીપ્પણી પણ કરી શકે છે

ન્યુઝ ફીડ[ફેરફાર કરો]

સપ્ટેમ્બર ૨૦૦૬ માં ન્યુઝ ફીડ ની સુવિધા ફેસબુક માં રૂચી સંઘવી નામ ની એક છોકરી એ ઉમેરવાનું સુચવીયુ હતું , જેના વડે તમારા મિત્રો શું અનુભવી રહયા છે ? તેમનું સ્ટેટ્સ શું છે ?.તમારા મિત્રો એ કોના ફોટો કે સહભાગિત કરેલ કડી પર ટીપ્પણી કરી છે એ માહિતી મેળવી શકો છે .

નોટીફીકેશન[ફેરફાર કરો]

નોટીફીકેશન વડે વપરાશકર્તા તેમના ખાસ મિત્રો ના કરેલ સ્ટેટ્સ અપડેટ કે ફોટો અપલોડ ની માહિતી ઝડપ થી મળી જાય છે. તેમજ યુઝર કરેલ ટીપ્પણી ની નીચે તેમના બીજા મિત્રો ની ટીપ્પણી ની માહિતી નોટીફીકેશન રૂપે ઉપર ના ખૂણે દર્શાવા માં આવે છે

ફોટો અપલોડ[ફેરફાર કરો]

ફેસબુક ની બીજી સૌથી વધારે વપરાતી સુવિધા માંથી એક છે. જેમાં વપરાશ કર્તા કોઈ પણ ફોટો કે આખે આખો આલ્બમ બનાવી ત્યાં અપલોડ કરી ને મિત્રો સાથે વહેચી શકે છે . જેમાં ફોટો ઓળખવા માટે ટેગ પણ કરી શકો છો .તેમજ ફોટો નું સ્થળ-તારીખ પણ જણાવી શકો છો. . લગભગ પાંચ બિલિયન ફોટો દર મહીને ફેસબુક માં વપરાશ કર્તા દ્વરા અપલોડ કરવા માં આવે છે . એક અંદાજ મુજબ ૧૦૦ બિલિયન થી વધારે પણ ફોટો હાલ ફેસબુક માં સંગ્રહેલા છે . તેથી સૌથી વધારે ફોટો સંગ્રહ કરનાર દુનિયા ની વેબ સાઈટ છે .

ગ્રાફ સર્ચ[ફેરફાર કરો]

ફેસબુક ગ્રાફ સર્ચ એ તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સુવિધા છે જેના વડે વપરાશકર્તા અલગ અલગ રીતે માહિતી સર્ચ કરી શકે છે.

ફેસબુક મેસેન્જર[ફેરફાર કરો]

ફેસબુક મેસેન્જર એ ફેસબુકની તદ્દન નિશુલ્ક સેવા છે જે એનડ્રોઇડ, આઈ ફોન અને વિન્ડોવ્ઝ ફોન 8 માટે ઉપલબ્ધ છે. ફેસબુક મેસેન્જર દ્વારા ઉપયોગકર્તા તેમના મિત્રોને સંદેશ, ફોટા અને નિશુલ્ક ફોન કરી શકે છે. નિશુલ્ક ફોન સેવા નો ઉપયોગ કરવા દરેક ઉપયોગકર્તાને ફેસબુક મેસેન્જર સોફ્ટવેરની જરૂર પડે છે.

ફેસબુક એપ્સ[ફેરફાર કરો]

ફેસબુક એપ્સ દ્વારા ફેસબુક ના ઉપયોગકર્તા ઓનલાઈન સોફ્ટવેર અને રમતો નો ઉપયોગ કરી શકે છે. ફેસબુક થર્ડ પાર્ટી ડેવલપર્સ ને ફેસબુક માં તેમના સોફ્ટવેર અને રમતો અપલોડ કરવાની પરવાનગી આપે છે. આ સોફ્ટવેર અને રમતો નો ઉપયોગ કરવા ઉપયોગકર્તાને ઈન્ટરનેટ ની જરૂર પડે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Facebook, 1 billion active people fact sheet". Retrieved October 4, 2012. 
  2. Bridgwater, Adrian (October 16, 2013). "Facebook Adopts D Language". Dr Dobb's (San Francisco).  Check date values in: October 16, 2013 (help)
  3. Lua error in વિભાગ:Citation/CS1 at line 4077: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  4. "Facebook Current Report, Form 8-K, Filing Date July 26, 2012" (PDF). SECDatabase.com. Retrieved July 26, 2012. 
  5. "Facebook.com Site Info". Alexa Internet. Retrieved 2013-01-14.