ફ્રી સૉફ્ટવૅર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રિચાર્ડ સ્ટોલમેન, ફ્રી સૉફ્ટવૅર ચળવળના સ્થાપક (૨૦૦૯)

ફ્રી સૉફ્ટવૅર અથવા મુક્ત સૉફ્ટવૅર[૧] એ કોમ્પ્યુટર સૉફ્ટવૅર છે જે વપરાશકર્તાને સૉફ્ટવૅર કોઇ પણ હેતુથી વાપરવાની અને સાથે-સાથે તેનો અભ્યાસ, ફેરફાર કરવાની તેમજ તે સૉફ્ટવૅર કે તેની ફેરફાર કરેલી આવૃત્તિઓને વહેંચવાની સ્વતંત્રતા આપે છે.[૨][૩][૪][૫][૬] સૉફ્ટવૅરનો અભ્યાસ અને તેમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા સૉફ્ટવૅરની સ્ત્રોતનો સંપૂર્ણ હક્ક આપે છે. કોમ્પ્ટુર સૉફ્ટવૅર કે જેઓ પ્રકાશનાધિકર વડે આરક્ષિત છે, તે એવા કરાર હેઠળ આવે છે જ્યાં કર્તા વપરાશકર્તાને સ્વતંત્રતા આપે છે. કાયદાથી મુક્ત સૉફ્ટવૅર એ પબ્લિક ડોમેઇનમાં આવે છે. અન્ય કાયદાકીય પાસાંઓ જેવાંકે પેટન્ટ અને ડિજીટલ રાઇટ્સ મેનેજમેન્ટ વપરાશકર્તાની સ્વતંત્રતાને મર્યાદિત રાખી શકે છે અને સૉફ્ટવૅરને મુક્ત સૉફ્ટવૅર બનતા રોકે છે.[૭] ફ્રી સૉફ્ટવૅર એ સ્વયંસેવક કોમ્પ્યુટર પ્રોગ્રામર્સ દ્વારા સહયોગથી અથવા કંપનીઓ વડે તેમના કાર્યક્ષેત્રમાં અથવા નફા પ્રેરિત કાર્યવિધિના ભાગ રૂપે બનાવવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. GNU Project. "What is Free Software". Free Software Foundation.
  2. Free Software Movement (gnu.org)
  3. Philosophy of the GNU Project (gnu.org)
  4. What is free software (fsf.org)
  5. "GNU Press - Free Software Foundation Online Shop - Buy GNU t-shirts, books, stickers and stuffed gnu toys". ૧૯ માર્ચ ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. "Software Freedom Law Center".
  7. Sullivan, John (૧૭ જુલાઇ ૨૦૦૮). "The Last Mile is Always the Hardest". Free Software Foundation. મૂળ મૂળ થી ૨૮ ઓક્ટોબર ૨૦૧૪ પર સંગ્રહિત. ૨૯ ડિસેમ્બર ૨૦૧૪ મેળવેલ. Check date values in: |accessdate=, |date=, and |archivedate= (મદદ)CS1 maint: discouraged parameter (link)