બટેટાનો શીરો
Appearance
જરુરીયાત મુજબ બે પાંચ કે વધુ બટેટાને એક કૂકરમાં બાફવા મૂંકો.ચાર કે પાંચ સીટી પડે એટલે ચૂલો બંધ કરી કૂકર નીચે ઉતારી લો.હવે બટાટાની છોત ઉતારીને એક તપેલીમાં મૂકો.ત્યારબાદ તેને દસ્તાથી બરાબર દબાવી દો ઇથવા મીક્શર વડે બટાટાની પેસ્ટ બનાવો.હવે એક તપેલીમાં ગોળ મૂંકી ગેસ ઉપર ધીમા તાપે ગોળની ચાસણી બનાવો.આછા કોફી રંગની ચાસણી થાય એટલે ગેસ ધીમો કરીને અંદર બટેટાની પેસ્ટ નાંખો.બરાબર ચાસણી સાથે પેસ્ટ મિક્શ કરી લો.હવે તેમાં કાજુ બદામના કટકા અને દ્રાક્શ તેમજ સ્હેજ માત્રામાં વાટેલી એલચી નાંખો.બધું બરાબર મિક્શ થઇ જાય એટલે શીરો તૈયાર.હવે આપના પરીવારજનોને આનંદપૂર્વક આ મસ્ત મજાનો શીરો પીરશો.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |