બર્લિન

વિકિપીડિયામાંથી

બર્લિન ( /bɜːrˈlɪn/ bur-LIN, German: [bɛʁˈliːn])[૧] વિસ્તાર અને વસ્તી બંનેની દૃષ્ટિએ જર્મનીની રાજધાની અને સૌથી મોટું નગર છે.[૨] [૩] તેના ૩૭ લાખ નગરવાસીઓ, વસ્તી અનુસાર તેને યુરોપિયન યુનિયનનું સૌથી વધુ વસ્તી ધરાવતું નગર બનાવે છે.[૪] જર્મનીના સોળ ઘટક રાજ્યોમાંથી એક, બર્લિન બ્રાન્ડેનબર્ગ રાજ્યથી ઘેરાયેલું છે અને બ્રાન્ડેનબર્ગની રાજધાની પોટ્સડેમ સાથે જોડાયેલું છે. બર્લિનનો બૃહદ નગરીય વિસ્તાર, જે લગભગ ૪૫ લાખ ની વસ્તી ધરાવે છે, તે રુહર પછી જર્મનીનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો નગરીય વિસ્તાર છે. બર્લિન-બ્રાંડનબર્ગ રાજધાની પ્રદેશમાં ૬૦ લાખ થી વધુ રહેવાસીઓ છે અને તે રાઈન-રુહર અને રાઈન-મેઈન પ્રદેશો પછી જર્મનીનો ત્રીજો સૌથી મોટો મેટ્રોપોલિટન પ્રદેશ છે.[૫]

બર્લિન સ્પ્રી નદી ના કાંઠે પથરાયેલું છે, જે હેવેલ નદી (એલ્બેની ઉપનદી)માં વહે છે. નગરની મુખ્ય ભૌગોલિક વિશેષતાઓમાં પશ્ચિમી અને દક્ષિણપૂર્વીય ક્ષેત્રમાં સ્પ્રી, હેવેલ અને દાહમે નદીઓ દ્વારા રચાયેલા ઘણા સરોવરો છે, જેમાંથી સૌથી મોટું જળાશય મુગલ્સી છે. નગરનો લગભગ એક તૃતીયાંશ વિસ્તાર જંગલો, ઉદ્યાનો, વાટિકાઓ, નદીઓ, નહેરો અને જળાશયોથી બનેલો છે.[૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Kleiner, Stefan; Knöbl, Ralf; Mangold, Max (2015). Das Aussprachewörterbuch (7th આવૃત્તિ). Berlin: Duden. પૃષ્ઠ 229. ISBN 978-3-411-04067-4.
  2. Milbradt, Friederike (6 February 2019). "Deutschland: Die größten Städte". Die Zeit (Magazin) (જર્મનમાં). Hamburg. મૂળ માંથી 13 February 2019 પર સંગ્રહિત. મેળવેલ 24 November 2019.
  3. "Leipzig überholt bei Einwohnerzahl Dortmund – jetzt Platz 8 in Deutschland". Leipziger Volkszeitung (જર્મનમાં). Leipzig. 1 August 2019. મૂળ માંથી 13 November 2019 પર સંગ્રહિત. મેળવેલ 24 November 2019.
  4. "Statistischer Bericht: Einwohnerinnen und Einwohner im Land Berlin am 31. Dezember 2019" [Statistical Report: Residents in the state of Berlin on 31 December 2019] (PDF). Amt für Statistik Berlin-Brandenburg (જર્મનમાં). પૃષ્ઠ 4, 10, 13, 18–22. મૂળ સંગ્રહિત (PDF) માંથી 23 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 8 April 2020.
  5. "Daten und Fakten zur Hauptstadtregion". www.berlin-brandenburg.de. 4 October 2016. મૂળ સંગ્રહિત માંથી 21 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 23 February 2019.
  6. Senatsverwaltung für Umwelt, Verkehr und Klimaschutz Berlin, Referat Freiraumplanung und Stadtgrün. "Anteil öffentlicher Grünflächen in Berlin" (PDF). મૂળ સંગ્રહિત (PDF) માંથી 25 February 2021 પર સંગ્રહિત. મેળવેલ 2020-01-10.CS1 maint: multiple names: authors list (link)