લખાણ પર જાઓ

બિમલ પટેલ

વિકિપીડિયામાંથી
બિમલ પટેલ
જન્મની વિગત (1961-08-31) August 31, 1961 (ઉંમર 63)
રાષ્ટ્રીયતાભારતીય
અભ્યાસM Arch. Ph. D.
વ્યવસાયઆર્કીટેક્ટ


ડૉ. બિમલ પટેલ (જન્મ : ૩૧-૦૮-૧૯૬૧) સ્થાપત્યશાસ્ત્ર, શહેર- રચના, શહેરી આયોજન સંબંધી વિષયમાં ૩૦ વર્ષનો વ્યાવસાયિક અને શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેઓ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના પ્રમુખ છે. સેપ્ટ યુનિવર્સીટી માનવ નિવાસ સ્થાનોની સમજ, રચના, આયોજન, બાંધકામ અને સંસ્થાપન જેવા વિષયો પર ધ્યાન આપે છે[]. તેઓ ભોપાલની સ્કુલ ઑફ પ્લાનીંગ ઍન્ડ આર્કીટેક્ટના બોર્ડ ઑફ ગવર્નરના ચેરમેન છે.[][] તેઓ અગ્રણી સ્થાપત્ય, આયોજન અને પ્રોજેક્ટ મેનેજમેંટ પેઢી એચસીપી ડિઝાઈન પ્લાનીંગ ઍન્ડ મેનેજમેંટ પ્રા. લિ. ના પ્રમુખ છે.[][][] તેમણે એનવાયરમેંટલ પ્લાનીંગ કોલેબરેટીવ નામની બિન ધંધાદારી સંશોધન સંસ્થા સ્થાપી છે. તેમણે ૧૯૮૪માં સેન્ટર ફોર એનવાયરમેંટલ પ્લાનીંગ ઍન્ડ ટેકનોલોજી નામની સંસ્થામાંથી આક્રીટેકચરમાં ડીપ્લોમા (પદવીકા) મેળવ્યો છે. [] ડૉ. પટેલની સેવાઓ શહેર-રચના અને શએરી આયોજનને વધુ અસરકારક અને ભારતીય શહેરોને સુધારાવાદી બનાવવા તરફ કેન્દ્રીત છેતેમના સંશોધનો જમીન ઉપયોગનું આયોજન, મકાન રચનાની ધારાઓ, જમીન વ્યવસ્થાપન, શહેરી આયોજન આદિ પર રહેલું છે.[][][૧૦]

પ્રારંભિક જીવન અને અભ્યાસ

[ફેરફાર કરો]

બિમલ પટેલ અમદાવાદમાં રહે છે અને તેમનો વ્યવસાય પન ત્યાં જ ચલાવે છે. તેઓ આ જ શહેરમાં મોટા થયા છે અને આ શહેરની સંસ્કૃતિથી પ્રભાવિત થયા છે. તેઓએ સ્કુલ ઑફ આર્કીટેક્ચર, સેન્ટર ફોર પ્લાનીંગ ઍન્દા ટેક્નોલોજી , સેપ્ટ, માં ૧૯૭૮થી ૧૯૮૪ સુધી અભ્યાસ કર્યો હતો. ૧૯૮૧માં તેઓ જર્મનીના સ્ટુટગાર્ટની ઈન્સ્ટીટ્યુટ ઑર લાઈટવેટ સ્ટ્રક્ચર્ચમાં અભાસ કર્યો. ત્યામ્રહેતા રહેતાં ભણવાનો અને કામ કરવાના અનુભ સાથે તેમણે પશ્ચિમ યુરોપ ફર્યા.

તેમણે ૧૯૮૪માં સેપ્ટથી આર્કીટૅક્ચરમાં ડિગ્રી મેળવી અને ૧ વર્ષમાં અમદાવાદ કામ કર્યું. ત્યાર બાદ તેઓવધુ અભ્યાસ માટી બર્કલી ગયા. ત્યાં તેમણે કોલેજ ઑફ એનવાયર્મેંટ ડિઝાઈન, CED માં વધુ અભ્યાસ કરી તેમણે ૧૯૮૮માં M.Arch. અને M.C.P. ડીગ્રી મેળવી અને ૧૯૯૫માં તેમણે ડીપાર્ટમેંટ ઑફ સીટી ઍન્ડ રીજનલ પ્લાનીંગ થી Ph.D.ની ડિગ્રી મેળવી. [૧૧]

કારકીર્દી

[ફેરફાર કરો]

જ્યારે તેમનો પી. એચ. ડી. નો અભ્યાસ ચાલુ હતો ત્યારે તેમણે અમદાવાદ ૧૯૯૦માં આવી તેમના પિતાનો આર્કીટેક્ચરનો વ્યવસાય સંભાળ્યો. તેમણે ડિઝાઈન કરેલા પ્રથમ પ્રોજેક્ટ્ ધ ઇન્ટર્પ્રીન્યોરશીપ ડેવલોપમેંટ ઇન્સ્ટીટ્યૂટ ને ૧૯૯૨માં આર્કીટેક્ચર માટેનો આગાખાન ઍવોર્ડ મલ્યો.[૧૨] ઈ.સ. ૨૦૦૦માં તેમની આઈ. આઈ. એમના નવું સંકુલની રચના માટે પસંદગી કરવામાં આવી.[૧૩][૧૪] તેમને ડિઝાઈન કરેલો કાંકરીયા તળાવના વિકસનનો પ્રોજેક્ટ તેવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ બની રહ્યો.[૧૫][૧૬][૧૭][૧૮]

૧૯૯૭માં તેમણે એનવાયરમેંટલ પ્લાનીંગ કોલેબરેટીવ (EPC)નામની બિન ધંધાદારી સંશોધન સંસ્થા સ્થાપી. આ સંસ્થા સ્થાનીય સરકારી સંસ્થાઓ સાથે શહેરી વિકાસના કાર્ય હાથ ધરે છે. આ સંસ્થા સરકાર સાથે મળી સફળતા પૂર્વક કાર્ય પાર પાડનારી પ્રથમ બિનધંધાદારી સંસ્થઓમાંની એક છે. EPC ના નોંધનીય કાર્યોમાં અમદાવાદ વિકાસ યોજના (૨૦૦૨), ૨૦૦૧ના કચ્છના ભૂકંપ ભુજ (કચ્છ)નું પુનર્વિક્સન અને શહેરી આયોજન, દીલ્હીના આયોજન કાયદાઓની નવીન આકારણીનો સમાવેશ થાય છે. સુતરના આંતરીક શહેરનો પુનરોદ્ધાર યોજનાને ૧૯૯૮માં UNCHS એ વિશ્વની ૧૦૦ શ્રેષ્ઠ યોજનાનો ઍવોર્ડ આપ્યો. ૨૦૦૩માં તેમના સાબરમતી રીવરફ્રંટ વિકાસ પ્રોજેક્ટમાટે તેમને શહેરી રચના અને આયોજન માટેનો વડાપ્રધાન પુરસ્કાર મળ્યો છે. [૧૯][૨૦][૨૧][૨૨][૨૩]

તેઓ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના પ્રમુખ છે. સેપ્ટ યુનિવર્સીટી માનવ નિવાસ સ્થાનોની સમજ, રચના, આયોજન, બાંધકામ અને સંસ્થાપન જેવા વિષયો પર ધ્યાન આપે છે.[૨૪][૨૫] તેઓ ત્યાં અભ્યાસ સાથે સંસ્થાકીય નેતૃત્વ અને વિકાસ પર પણ સંકળાયેલા છે.

  1. http://cept.ac.in/staff/bimal-patel
  2. http://dnasyndication.com/showarticlerss.aspx?nid=xJvrzwD8/02yNZlGPvsnEIGup925U1cxHhfbHWv5VVA=
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-05-05 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  4. http://www.hcp.co.in/people-list/78/principals
  5. http://www.german-architects.com/en/hcpdpm/awards-655-4
  6. http://www.indian-architects.com/en/hcpdpm/source:index_updated_new
  7. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  8. http://www.livemint.com/Politics/NBu03YnZHcRSC8r47M1VPN/Bimal-Patel--How-to-make-urban-planning-work.html
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-08-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  10. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  11. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  12. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  13. http://www.indian-architects.com/en/hcpdpm/projects-3/new_campus_for_iima-29706
  14. http://www.business-standard.com/article/beyond-business/the-shape-of-an-icon-110062700047_1.html
  15. http://www.hcp.co.in/people-list/78/principals
  16. http://www.german-architects.com/en/hcpdpm/awards-655-4
  17. http://www.indian-architects.com/en/hcpdpm/source:index_updated_new
  18. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-08-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  19. http://www.sabarmatiriverfront.com/maps-documents/riverfront-redevelopment
  20. http://epaper.timesofindia.com/Repository/ml.asp?Ref=VE9JQS8yMDEyLzA3LzAxI0FyMDAzMDI%3D[હંમેશ માટે મૃત કડી]
  21. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2019-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  22. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  23. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2016-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-14.
  24. http://www.dnaindia.com/india/report-bimal-patel-to-shape-cept-now-1709057
  25. http://indianexpress.com/article/cities/ahmedabad/cept-gets-new-prinicpal/