બેકી સંખ્યા

વિકિપીડિયામાંથી

બેકી સંખ્યા એ એવી પૂર્ણાંક સંખ્યા છે જે બે વડે સમાન રીતે ભાગી શકાય છે. એટલે કે જો પૂર્ણાંક સંખ્યા બે વડે ભાગવામાં આવે અને શેષ શૂન્ય રહે છે. બેકી સંખ્યા ધન અથવા ઋણ હોઈ શકે છે. જો કોઇ દશાંકી સંખ્યાનો છેલ્લો આંકડો બેકી હોય તો તે આખી સંખ્યા બેકી હોય છે.

જે સંખ્યા બેકી સંખ્યા નથી તે એકી સંખ્યા છે.

સરવાળો અને બાદબાકી[ફેરફાર કરો]

પૂર્ણાંકનો સરવાળો અને બાદબાકી નીચેનાં નિયમોનું પાલન કરે છે:

નોંધ: '±'ચિહ્ન એટલે સરવાળો અથવા બાદબાકી.

  • બેકી ± બેકી = બેકી
  • બેકી ± એકી = એકી
  • એકી ± એકી = બેકી

બેકી સંખ્યાઓનો સમૂહ શોધવા માટે, આપણે ૨N સૂત્ર વાપરી શકીએ છીએ, જ્યાં N એ કોઇ પણ પ્રાકૃતિક સંખ્યા છે. બેકી સંખ્યા સાથે કોઇપણ સંખ્યાને ગુણતા પરિણામ બેકી સંખ્યા જ મળે છે. દાખલા તરીકે:

૦N, ૨N, ૪N, ૬N, ... (જ્યાં N એ કોઇપણ પ્રાકૃતિક સંખ્યા છે)

પરિણામ હંમેશા બેકી સંખ્યા જ રહેશે.