લખાણ પર જાઓ

બોરોબુદુર મંદિર સંકુલ

વિકિપીડિયામાંથી
બોરોબુદુર મંદિર સંકુલ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

બોરોબુદુર મંદિર સંકુલઈંડોનેશિયાના મધ્ય જાવા પર આવેલા ત્રણ બુદ્ધ મંદિરનો સમુહ છે. બોરોબુદુર મંદિર સંકુલએ નામ વિશ્વ ધરોહર સમિતિએ આપેલું છે. આમાં બોરોબુદુર, મેન્દુત અને પાવોન એ ત્રણ ક્ષેત્રના મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરો એક સીધી હરોળમાં આવેલા છે. તેનું બાંધકામ ૮મી-૯મી સદી દરમ્યાન શૈલેન્દ્ર વંશના રાજાઓ દ્વારા થયેલું હોવાનું મનાય છે.

બોરોબુદુર, પાવોન અને મેન્દુતના મંદિરોનું સ્થાન ત્રણે એક સીધી રેખામાં આવેલાં છે.
મેન્દુત મંદિર.
પાવોન મંદિર.

યોગ્યકર્તા શહેરથી લગભગ ૪૦ કિલોમીટર વાયવ્ય દિશામાં બોરોબુદુર આવેલું છે. આ સ્થાન સુન્દોરો પર્વત અને સુન્બીંગ પર્વત તથા મેરાબાપુ પર્વત અને મેરાપી પર્વત એવા બે જોડિયા જ્વાળામુખોની અને પ્રોગો અને ઈલો નામની બે નદીઓ વચ્ચે આવેલું છે. લોકકથા અનુસાર આ જાવાની સૌથી પવિત્રભુમિ છે અને આ સ્થાની ફળદ્રુપતાને કારણે આને 'જાવાનો બચીચો' તરીકે પણ ઓળખાય છે.[૧]

૨૦મી સદીમાં હાથ ધરાયેલા સંવર્ધન કાર્ય કરતા એ શોધી કાઢવામાં આવ્યું કે બોરોબુદુર, પાવોન અને મેન્દુતના મંદિરો એક સીધી રેખામાં આવેલા છે.[૨]આ કદાચ એક અકસ્માત્જ હોઈ શકે પણ એવી લોકવાયકા છે કે ઘણા સમય પહેલાં બોરોબુદુર અને મેન્દુત વચ્ચે ઘણા એક ઈંટનો બનેલો રસ્તો હતો અને તેને બન્ને તરફ ભીંત હતી. આ ત્રણે મંદિરો (બોરોબુદુર-પાવોન-મેન્દુત)નું વાસ્તુ અને સજાવટ એક સરખી છે, તે અપ્રથી એવું તારણ કાઢી શકાય કે તેઓનું નિર્માણ એક જ સમયખંડમાં થયું હશે અને તેઓ કોઈક ધાર્મિક ક્રિયાકાંડ કે જાત્રાનો પણ ભાગ હશે પણ તે વિષો કોઈ ચોક્કસ માહિતી નથી.[૩]

સંગ્રહાલયો

[ફેરફાર કરો]

બોરોબુદુર મંદિર સંકુલમાં બે સંગ્રહાલયો આવેલા છે, કર્મવિભંગ સંગ્રહાલય અને સમુદ્ર રક્ષા સંગ્રહાલય.

અન્ય પુરાતાત્વીક સ્થળો

[ફેરફાર કરો]

આ ત્રણ મંદિરો સિવાય, આ સ્થળે અન્ય બૌદ્ધ અને હિંદુ મંદિરો આવેલા છે. ગુનુંગ વુકિર અથવા કનગ્ગલ હિંદુ મંદિર અહીંનું સૌથી પ્રાચીન હિંદુ મંદિર તેનું બાંધકામ ઈ.સ ૭૩૨માં થયું હતું. મંદિરમાં આવેલા શિલાલેખ અનુસાર શૈવ રાજા સંજયએ વુકીર ટેકરી પર શિવ મઠ બંધાવ્યો. આ મંદિર બોરોબુદુરથી પૂર્વમાં ૧૦ કિમોલીટર દૂર છે.[૪] ઙવેન મંદિર મેન્દુતની પૂર્વે આવેલું છે. પાવોન મંદિરની ૧૦૦ મીટર ઉત્તરે બાનોન હિંદુ મંદિરના અવશેષો આવેલાં છે. બેનોન મંદિરના અવશેષો ફરીથી જોડાઈ શકવાની સ્થિતિમાં નથી કેમકે ઘણાં પથ્થરો ગાયબ છે, પણ હિંદુ દેવતાઓની ઘણી મૂર્તિઓ સારી સ્થિતિમાં છે. આજે બેનોન મંદિરમાંના વિષ્ણુ, બ્રહ્મા, શિવ અને ગણેશની મૂર્તિઓને જકાર્તામાં આવેલા ઈંડોનેશિયાના રાષ્ટ્રિય સંગ્રહાલયમાં રાખવામાં આવેલા છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Soekmono (1976), page 1.
  2. N. J. Krom (૧૯૨૭). Borobudur, Archaeological Description. The Hague: Nijhoff. મૂળ માંથી 2008-08-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ઓગસ્ટ ૨૦૦૮.
  3. J. L. Moens (૧૯૫૧). "Barabudur, Mendut en Pawon en hun onderlinge samenhang (Barabudur, Mendut and Pawon and their mutual relationship)" (PDF). Tijdschrift voor de Indische Taai-, Land- en Volkenkunde. Het Bataviaasch Genootschap van Kunsten en Wetenschappen: 326–386. મૂળ (PDF) માંથી 2007-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2015-11-06. trans. by Mark Long
  4. W. J. van der Meulen (૧૯૭૭). "In Search of "Ho-Ling"". Indonesia. 23: 87–112. doi:10.2307/3350886.