બ્રાઈમોર

વિકિપીડિયામાંથી

બ્રાઈમોર (અંગ્રેજી:Brimore) (કેરળ રાજ્ય, ભારત) એ પ્રખ્યાત અગસ્ત્ય ટેકરીઓમાં આવેલા અગસ્ત્યરકોડમ પર્વતની તળેટીમાં આવેલું છે, આ અગ્સ્ત્ય પર્વતમાળા તેની વિરલ વનસ્પતિ અને ઔષધિય છોડ માટે પ્રખ્યાત છે.

ત્યાં ચાના બગીચાઓ આવેલા છે, જે બ્રિટિશરો દ્વારા સ્થાપિત છે.

બ્રાઈમોર પોનમુડીની નજીક આવેલું છે, પોનમુડી પોતે પણ એક પ્રવાસી આકર્ષણ છે

માર્ગ-દર્શન[ફેરફાર કરો]

  • નજીકનું શહેર : તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) ૫૯ કિ.મી.
  • નજીકનું હવાઇ મથક : ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ૬૫ કિ.મી.
  • નજીકનું રેલ્વે સ્ટેશન : ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ ૫૯ કિ.મી.
  • દર ત્રણ કલાકે બ્રાઇમોર જવા માટે ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી સીધી બસો ઉપડે છે.
  • આ ઉપરાંત તમે પાલોડ (Palode) જતી બસમાં નેડુમાનગડ, ચુલ્લીમનૂર (Nedumangad, Chullimanoor) ખાતે ઉતરી ટેક્ષી જેવા ખાનગી વાહન દ્વારા બ્રાઇમોર જઈ શકો છો.