બ્રેમ્પ્ટન, ઓન્ટારીયો

વિકિપીડિયામાંથી

બ્રામ્પ્ટનઓન્ટારીયો, કેનેડામાં આવેલ એક શહેર છે. તે ગ્રેટર ટોરન્ટો વિસ્તારમાં આવેલ એક શહેરી વિસ્તાર છે અને સ્થાનિક નગરપાલિકા ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર, બ્રામ્પ્ટનની વસ્તી ૫,૨૩,૯૧૧ છે.બ્રામ્પટન કેનેડાની નવમી-સૌથી વધુ વસ્તીવાળી નગરપાલિકા છે, ટોરેન્ટો અને મિસિસૌગા પછી ગ્રેટર ગોલ્ડન હોર્સશી ક્ષેત્રમાં ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

બ્રામ્પ્ટનની સ્થાપના ૧૮૫૩માં એક નાના ગામડા સ્વરૂપે થઈ હતી. તેનું નામ ઇંગ્લેન્ડમાં આવેલ એક બ્રામ્પ્ટન પરથી લેવામાં આવ્યું હતું. શહેર એક સમયે કેનેડાના ફૂલોના શહેર તરીકે જાણીતું હતું, કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં કાચઘરની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. હાલમાં, બ્રામ્પ્ટનનું મુખ્ય આર્થિક ક્ષેત્ર આધુનિક ચીજોનું ઉત્પાદન, ખરીદ વેચાણનું પ્રબંધન, માલ સામાનની હેરફેર, સંદેશાવ્યવહારની તકનિકો, ખાણીપીણી અને અન્ય વ્યવસાયીક સેવાઓ પર કેન્દ્રિત છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

૧૮૩૪માં, જ્હોન ઈલિયટે મોટા પ્રમાણમાં જમીનો વેચી અને તે સ્થળને બ્રામ્પ્ટન નામ આપ્યું અને તે ટૂંક સમયમાં જ અન્યોએ સ્વીકારી લીધું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Brampton's Beginning" in Bramptons's 100th Anniversary as an Incorporated Town: 1873–1973, Brampton: The Corporation of the Town of Brampton and the Brampton Centennial Committee, 1973, originally published in Ross Cumming, ed., Historical Atlas of Peel County, n.p.: Walker and Miles, 1877.