બ્લેકપૂલનો ટાવર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બ્લેકપૂલ ખાતે દરિયાકિનારેથી દેખાતો ટાવર

બ્લેકપૂલનો ટાવરઇંગ્લેંડ દેશના ઉત્તર ભાગમાં દરિયાકિનારે આવેલા બ્લેકપૂલ શહેરમાં આવેલું એક સ્થાપત્ય છે.

આ ટાવર ઇ. સ. ૧૮૯૧ના વર્ષમાં એફિલ ટાવરની શૈલીમાં બાંધવામાં આવ્યો હતો. આ ટાવરના નિર્માણકાર્યમાં ૪૫,૦૦૦ પાઉન્ડ (લગભગ ૭૦,૦૦૦ અમેરિકી ડોલર) જેટલો ખર્ચ થયો હતો. આ ટાવરની ઉંચાઇ ૫૧૮ ફૂટ તેમ જ વજન ૨,૫૮૬ ટન જેટલું થાય છે. મુખ્યત્વે આ ટાવર પોલાદ અને લોખંડમાંથી બનાવવામાં આવ્યો છે.

આ સ્થાપત્ય પ્રવાસીઓને આકર્ષવા તેમ જ બ્લેકપૂલ શહેરના આકર્ષક સ્થળ તરીકેનો હેતુ પાર પાડે છે. આ સ્થળે ટાવરની સાથે જ હારબંધ ગોલ્ડન માઇલ, દરિયો, બ્લેકપૂલ પ્લેઝર બીચ (થીમ પાર્ક), વગેરે આવેલાં છે.

ઈ. સ. ૧૮૭૦ના સમયનું અહીંનું સૌથી જૂનું મકાન માછલીઘરનું છે, જે ડો. ક્રોકર્સ મેનેજરી એન્ડ એકવેરીયમનો એક ભાગ છે. આ જળ સંગ્રહાલયને જ્યારે એની ફરતે બ્લેકપૂલના ટાવરનું નિર્માણકાર્ય ચાલુ હતું ત્યારે ફંડ ભેગું કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.[૧]

આ ટાવરની માલિકી ટ્રેવર હેમિંગ્સ નામના સ્થાનીક વેપારી ધરાવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.