લખાણ પર જાઓ

ભાગ-દોડ

વિકિપીડિયામાંથી

ભાગ-દોડ અથવા નાસભાગ ભીડ વ્યવસ્થામાં નિષ્ફળતા અથવા અભાવની પરિસ્થિતિમાં પેદા થતી માનવ-સર્જિત આપત્તિ છે. તે ઘણી વખત ભીડમાં કોઈ અફવાને કારણે પણ ઊભી થાય છે. આ ઉપરાંત કુદરતી આપત્તિઓ અને વહીવટી ગૂંચવાડાને કારણે પણ આ આપત્તિ ઊભી થાય છે. તેમાં મિલકત કરતાં જાનના નુકસાન થવાની શક્યતા વધુ રહે છે. તેમાં ભીડ અચાનક એક અફવા, આશંકા કે ભયના કારણે ઝડપભેર એક બાજુ ભાગવા લાગે છે, જેના કારણે ઘણી વખત બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ, ભાગતા લોકોના પગ નીચે આવી કચડાય છે અને અમુક લોકોનું ભીડમાં દબાઈ જવાથી મૃત્યુ પણ થાય છે.