ભારતની પહાડી ભાષાઓ
હિમાલય પર્વતશ્રૃંખલાઓના દક્ષિણવર્તી ભૂભાગમાં કાશ્મીરના પૂર્વ ભાગથી લઈને નેપાળ સુધી પહાડી ભાષાઓ બોલાય છે. ગ્રિયર્સન નામના ભાષાશાસ્ત્રી[૧]એ આધુનિક ભારતીય આર્યભાષાઓનું વર્ગીકરણ કરતી વખતે પહાડી ભાષાઓને એક સ્વતંત્ર સમુદાય તરીકે સ્વીકારેલ છે. ચેટર્જીએ આ ભાષાઓને પિશાચી, દરદ અથવા ખસ પ્રાકૃત પર આધારિત માનીને મધ્યકાળમાં એના પર રાજસ્થાનની પ્રાકૃત તેમજ અપભ્રંશ ભાષાઓનો પ્રભાવ ઘોષિત કર્યો છે. એક નવીન મત અનુસાર કમ સે કમ મધ્ય પહાડી ભાષાઓનો ઉદ્ગમ શૌરસેની પ્રાકૃત છે, જે રાજસ્થાની ભાષાનું મૂળ પણ છે.
પહાડી ભાષાઓના શબ્દસમૂહ, ધ્વનિસમૂહ, વ્યાકરણ આદિ પર અનેક જાતીય સ્તરોની છાપ પડી છે. યક્ષ, કિન્નર, કિરાત, નાગ, ખસ, શક, આર્ય આદિ વિભિન્ન જાતિઓની ભાષાગત વિશેષતાઓ પ્રયત્ન કરવાથી શોધી શકાય તેમ છે. જેમાં હાલમાં અહિયાં આર્ય-આર્યેતર તત્વ પરસ્પર એકમેકમાં ભળી ગયાં છે. ઐતિહાસિક દૃષ્ટિએ એમ વિદિત થાય છે કે પ્રાચીન કાળમાં આ ભાષાઓનું કેટલુંક પૃથક્ સ્વરૂપ અધિકાંશ મૌખિક હતું. મધ્યકાળમાં આ ભૂભાગ રાજસ્થાની ભાષા બોલતા લોકોના અધિક સંપર્કમાં આવ્યા અને આધુનિક કાળમાં આવાગમનની સુવિધાઓ ઉપલબ્ધ થવાને કારણે હિંદી ભાષાનાં તત્વો આ ભાષાઓમાં પ્રવેશ કરતાં રહ્યાં છે. પહાડી ભાષાઓનો વ્યવહાર એક પ્રકારે ઘરેલુ બોલચાલ, પત્રવ્યવહાર આદિ સુધી જ સીમિત રહ્યો છે.
પહાડી ભાષાઓમાં દરદ ભાષાઓની કેટલીક ધ્વન્યાત્મક વિશેષતાઓ જોવા મળે છે જેમ કે ઘોષ મહાપ્રાણના સ્થાન પર અઘોષ અલ્પપ્રાણ ધ્વનિ થઈ જાય. પશ્ચિમી તથા મધ્ય પહાડી પ્રદેશનાં નામ પ્રાચીન કાળમાં સંપાદલક્ષી હતાં. અહિયાં મધ્યકાળમાં ગુર્જરો અને અન્ય રજપૂત લોકોનું આવાગમન થતું રહ્યું જેનું મુખ્ય કારણ મુસલમાની આક્રમણ હતું. અત: સ્થાનીય ભાષાપ્રયોગોમાં જે અધિકાંશ "ન"ના સ્થાન પર "ણ" તથા અકારાંત શબ્દોની ઓકારાંત પ્રવૃત્તિ લક્ષિત થતી હોય છે, જે રાજસ્થાની પ્રભાવનું દ્યોતક છે. પૂર્વી હિંદીની પણ એકાધિક પ્રવૃત્તિઓ મધ્ય પહાડી ભાષાઓમાં વિદ્યમાન છે કેમ કે અહિયાંના કત્યૂર રાજવંશના લોકો, સૂર્યવંશી અયોધ્યા નરેશો સાથે સંબંધ રાખતા હતા. આના આધાર પર પહાડી ભાષાઓનો સંબંધ અર્ધ-માગધી-ક્ષેત્ર સાથે પણ સ્પષ્ટ થાય છે.
આના વર્તમાન સ્વરૂપ પર વિચાર કરતી વખતે બે તત્વ મુખ્યત: સામે આવે છે. એમાં પહેલો તો એમ છે કે પહાડી ભાષાઓની એકાધિક વિશેષતા એને હિંદી ભાષા કરતાં ભિન્ન કરે છે. બીજું તત્વ બંન્નેમાં સમાન છે. ક્યાંક તો હિંદી શબ્દ સ્થાનીક શબ્દો સાથે વૈકલ્પિક રૂપમાં પ્રયુક્ત કરવામાં આવે છે અને ક્યારેક હિંદી શબ્દને સ્થાનીક શબ્દોનું સ્થાન ગ્રહણ કરતા જોવા મળે છે. ખડી બોલીના માધ્યમથી કેટલાક વિદેશી શબ્દો, જેમ કે "હજામત", "અસ્પતાલ", "ફીતા", "સીપ", "ડાગદર" આદિ પણ આમાં જોવા મળે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ http://en.wikipedia.org/wiki/George_Abraham_Grierson અંગ્રેજી વિકિપીડિયા
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |