ભુજંગાસન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અન્ય એક વ્યક્તિ દ્વારા ભુજંગાસન

ભુજંગાસન (સંસ્કૃત: भुजङ्गसन) એ એક યોગાસન છે. આ આસન કરતી વખતે શરીરની આકૃતિ ફેણ ઉઠાવેલી હોય એવા ભુજંગ અર્થાત સર્પ જેવી બનતી હોવાને કારણે આ આસનને ભુજંગાસન અથવા સર્પાસન કહેવામાં આવે છે.

સાવધાની[ફેરફાર કરો]

આ આસન કરતી વેળાઐ એકદમ પાછળની તરફ ખુબ વધારે ઝુકવું નહિં. એમ કરવાથી આપની છાતી અથવા પીઠની માંસ-‍પેશીઓમાં ખેંચાણ ઉદભવવાની શક્યતા રહે છે તથા બાહુઓ અને ખભાઓની પેશીઓમાં પણ વળ પડવાની શક્યતા રહે છે, જેના કારણે દર્દ પેદા થવાની સંભાવના વધે છે. પેટમાં કોઈ રોગ અથવા પીઠમાં અત્યાધિક દર્દ હોય તો આ આસન ન કરવું હિતાવહ છે.

લાભ[ફેરફાર કરો]

આ આસન કરવાથી કરોડરજ્જુનાં હાડકાં સશક્ત બને છે અને પીઠમાં લચીલાપણું આવે છે. આ આસન ફેફસાંની શુદ્ધિ માટે પણ ખુબજ ફાયદાકારક છે અને જે લોકોનું ગળું ખરાબ રહેવાની, દમના રોગની, જુની ખાંસી અથવા ફેંફસાં સંબંધી અન્ય કોઈ બીમારી હોય, એમણે આ આસન ખાસ કરવું જોઈએ. આ આસન કરવાથી પિત્તાશયની ક્રિયાશીલતા વધે છે અને પાચન-પ્રણાલીની કોમળ પેશીઓ મજબૂત બને છે. આના કારણે પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ મળી રહે છે. આ ઉપરાંત આયુષ્ય વધવાને કારણે પેટના નીચેના હિસ્સાની પેશીઓને ઢીલા પડવાની પ્રક્રિયા રોકવામાં પણ સહાયતા મળે છે. આ આસન કરવાથી બાજુઓમાં (હાથ) શક્તિ વધે છે. ખાસ કરીને પીઠમાં સ્થિત ઇંગળા (ઇડા) અને પિંગળા નાડીઓ પર ખુબ સારો પ્રભાવ પડે છે. વિશેષ કરીને, મસ્તિષ્કમાંથી નિકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે. પીઠનાં હાડકાંઓમાં રહેવા વાળી તમામ ખરાબીઓ દૂર થાય છે. કબજિયાત દૂર થાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • યોગ
  • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  • Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

ઢાંચો:યોગ ઢાંચો:યોગાસન