મગજના લાડુ
Appearance
મગજ અથવા મગસના લાડુ એ એક મિઠાઇ અને લાડુનો પ્રકાર છે.
સામગ્રી
[ફેરફાર કરો]- ૧ કપ કકરો બેસનનો લોટ
- ૪ થી ૫ મોટી ચમચી ઘી
- ૧ કપ દળેલી ખાંડ
- ૧ ચમચી વાટેલી ઈલાયચી
- ડ્રાયફ્રૂટ્સ અંદાજે
- ચાંદીની વરખ
રીત
[ફેરફાર કરો]સૌપ્રથમ એક કપ કકરા બેસનને શેકો (એટલે કે બે મિનિટ માઈક્રોવેવમાં રાખો). હવે ચારથી પાંચ ચમચી ઘી નાખો અને સતત ચલાવતા રહો. બેસન જ્યાં સુધી એ સોનેરી રંગનું ન થઈ જાય. ત્યં સુધી શેકો. બેસન બળે નહી તેનું ધ્યાન રાખજો. તેને સાતથી આઠ મિનિટ માઈક્રોવેવમાં મૂકો. માઈક્રોવેવનો ઉપયોગ તમે માત્ર બેસન શેકવા માટે જ કરો. બેસન બહાર કાઢી ઠંડુ કરો. ઘી અને ખાંડ તમે ઓછુ વત્તા કરી શકો છો. હવે દળેલી ખાંડ એક કપ, ૧ ચમચી દળેલી ઈલાયચી અને ડ્રાયફ્રૂટ્સ નાખીને વચ્ચે બાઉલમાં નાખી હલાવતા રહો. જ્યારે ઠંડુ થાય ત્યારે તેના નાના-નાના લાડુ બનાવી લો અને ચાંદીની વરખ લગાવીને રજૂ કરો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |