મડકરી નાયક

વિકિપીડિયામાંથી

મડકરી નાયકભારતના ચિત્રદુર્ગનો છેલ્લો શાસક હતો.[૧] હૈદર અલીએ મૈસુરને ઘેરી લેતા નાયકે ચિત્રદુર્ગ ગુમાવ્યું હતું, અને હૈદર અલીના પુત્ર ટીપુ સુલતાનના હાથે તેનું મોત થયું હતું.

મડકરી નાયકના શાસન દરમિયાન, ચિત્રદુર્ગ શહેરને હૈદર અલીના સૈનિકોએ ઘેરી લીધું હતું. હૈદર અલીએ એક મહિલાને ખડકો વચ્ચેની જગ્યામાંથી એક મહિલાને ચિત્રદુર્ગમાં પ્રવેશતા જોઈ અને તેણે પોતાના સૈનિકોને તે જગ્યામાંથી ચિત્રદુર્ગ મોકલ્યાં. આ જગ્યા નજીકના બંદરનો ચોકિયાત પોતાની પત્ની ઓબાવ્વાને આ જગ્યાની સુરક્ષા માટે રાખીને પોતે ઘરે ભોજન માટે ગયો હતો. મહિલાએ સૈનિકોને આ જગ્યામાંથી બહાર આવતા જોયા, પરંતુ તેણે સૈનિકોને મારવા માટે પોતાનાં ચોખાનાં કણસલાં ઝૂડવા માટેના ધોકા નો ઉપયોગ કર્યો. ભોજન પતાવીને પરત ફરેલો ઓબાવ્વાનો પતિ લોહી વડે રંગાયેલા ધોકા સાથે પોતાની પત્ની તથા બાજુમાં સેંકડો મૃતક સૈનિકોને પડેલા જોઈને ચોંકી ઉઠ્યો. તન્નિરુ દોનીની બાજુમાં આ કથાની નિશાનીરૂપ આ રસ્તો આવેલો છે. તન્નિરુ દોની એ પાણીનું નાનકડું ઝરણું છે જેમાં સમગ્ર વર્ષ ઠંડુ પાણી હોય છે. હૈદર અલીએ ફરીવાર 1799માં હુમલો કર્યો અને કિલ્લાનો કબ્જો લઈ લીધો. આ સ્થળ પોતાના કલ્લિના કોટી (“પત્થરના કિલ્લાનું સ્થળ”) માટે સુવિખ્યાત છે, અને ત્યાં ફોર્ટ ઓફ સેવન રાઉન્ડ્સ (સાત વર્તુળોનો કિલ્લો) છે, જે વિશાળ પત્થરો વડે બનાવાયેલો છે.

ચિત્રદુર્ગ પલેયગાર પરિવારનો ઇતિહાસ[ફેરફાર કરો]

ચિત્રદુર્ગ પેલિયાગાર પરિવાર એ બેડા અથવા બોયર જાતિમાંથી આવતો હતો, અને આ જાતિ શિકાર અને પાલતું પશુઓની સાર-સંભાળ ઉપર નભતી પહાડી જાતિઓ પૈકીની એક હતી. તેમની ઉત્પત્તિનો વૃતાંત વત્તેઓછે અંશે અસ્પષ્ટ છે. એક વાયકા અનુસાર, તિરુપતિના જડીકાલ-દુર્ગથી ત્રણ બેડા કુટુંબો સ્વદેશ છોડીને આવ્યા, અને લગભગ 1475માં ભરમાસન્ગારા નજીક નિરુતાડી મુકામે સ્થાયી થયા. એવું કહેવાય છે કે તેઓ કામાગેતી કુટુંબના સભ્ય હતા અને વાલ્મિકી ગોત્ર ધરાવતા હતા. આ પૈકીના એકના પુત્ર અને પૌત્ર, હિરે હનુમ્મપ્પા નાયક અને તિમ્મન્ના નાયક દેવાન્ગીરી તાલુક માં સ્થાયી થયા. તિમ્મન્ના બાદમાં કામાગેતી તિમ્મન્ના નાયક તરીકે ઓળખાયો, તેને વિજયનગરના રાજાએ સૌપ્રથમ હોલાલકીરીના નાયક તરીકે, બાદમાં હિરીયુર અને છેલ્લે ચિત્રદુર્ગના નાયક તરીકે નિમ્યો. તેણે ચિત્રદુર્ગ ખાતે પર્વતને કિલ્લા વડે મજબૂત બનાવ્યો અને પોતે કંઈક એવી રીતે વર્ત્યો કે રાજાએ તેની વિરુદ્ધ લશ્કર મોકલ્યું હતું. અન્ય વાયકા અનુસાર તિમ્મન્ના નાયક તિરુપતિ નજીકના ઘાટ ની નીચે મડકેરી તરીકે ઓળખાતા એક સ્થળેથી શસ્ત્રસજ્જ માણસોની એક નાની ટૂકડી સાથે આવ્યો હતો અને તે બસવાપટ્ટણના પલેયગારની સેવામાં રહી ગયો. બાદમાં, માટ્ટી ખાતે તેણે રાખેલી એક રખાતને લઈને થોડો ઝઘડો થતાં, તેણે એ સ્થળ છોડી દીધું અને માયાકોન્ડામાં આશ્રય લીધો. તેનો ત્યાં પણ પીછો કરાતા, તે ગુંટુર નજીક જંગલમાં છટકી ગયો, અને એક ટોળકી ભેગી કર્યા બાદ, તેણે આ વિસ્તારમાં લૂંટફાટ શરૂ કરી તથા હલેયુર નજીક રંગપટ્ણ તરીકે ઓળખાતો એક નાનો કિલ્લો બનાવ્યો. હરપનાહલ્લી, નિદુગલ અને બસવપટ્ટણના પડોશી પલેયગારો તેની લૂંટફાંટથી હેરાન થયા હતા, તેની વિરુદ્ધમાં આ સહુ એકજૂટ થયા અને વિજયનગરનાં કેટલાક સૈનિકોની મદદથી રંગપટ્ટણ ઉપર હલ્લો બોલાવ્યો. તિમ્મન્ના નાયકને ત્યારબાદ ચિત્રદુર્ગમાં આશ્રય મેળવવો પડ્યો, જ્યાં તેને ઘેરી લેવાયો હતો. આ સમયગાળામાં એ બનાવ બન્યો કે જેણે તેને વિજયનગરના રાજા ઉપર નિર્ભર લોકો પૈકીના એક તરીકેની ઓળખ અપાવી. આ બનાવ આશરે 1562માં બન્યો.

તિમ્મન્ના નાયક[ફેરફાર કરો]

તિમ્મન્ના નાયકે પોતાની વિરુદ્ધમાં દળોને આદેશ આપનાર વિજયનગરના રાજકુમાર સલુવા નરસિંગા રાયાના ઘોડાને ઉઠાવી જવાના ઈરાદા સાથે રાત્રિમાં શિબિરમાં ચોરી કરીને નામના મેળવી હતી. રાજકુમાર જાગી ગયો, અને તિમન્ના તપાસમાંથી બચવા માટે ઘાસના ઢગલામાં છુપાઈ ગયો. રાજકુમારે ધાતુની મેખને જમીનમાં ફરીથી સરખી કરી, અને અજાણપણે તિમ્મન્નાને મેખ ભોંકી દીધી. તિમ્મન્ના ખામોશ રહીને છુપાયેલો જ રહ્યો, અને જ્યારે બધું સ્થિર થઈ ગયું, ત્યારે તેણે મેખ ભોંકાયેલા પોતાના હાથને કાપીને પોતાને મુક્ત કર્યો અને ઘોડો ચોર્યો. આ ઘટનાએ તિમ્મન્નાને ઘેરો નાખનારી સેનાને એ બતાવી દીધું કે તિમ્મન્નાને ડરાવી શકાય તેમ નથી. એવું કહેવાય છે કે આ બનાવ પછી સમગ્ર વાતનું સમાપન થઈ ગયું હતું. વિજયનગરના રાજાએ તિમ્મન્નાને પોતાની રાજધાનીમાં આમંત્રિત કર્યો અને તેણે જે બહાદુરી દર્શાવી હતી તે માટે પોતાનો આદરભાવ વ્યક્ત કર્યો. રાજાની વિનંતીને પગલે, તિમ્મન્ના નાયકે ગુલબર્ગ ઉપર વિજય મેળવ્યો, જેને વિજયનગરના દળો છ મહિનાના ઘેરા બાદ પણ જીતી શક્યાં નહોતા. આનાથી રાજા ખુશ થઈ ગયો અને તિમ્મન્નાને દરબારમાં આમંત્રિત કર્યો. બાદમાં તિમ્મન્નાએ રાજાની ખફાગી વહોરી લીધી હતી અને તેને વિજયનગરમાં કેદ કરાયો હતો, જ્યાં તે મૃત્યુ પામ્યો.

તિમ્મન્ના નાયક પોતાની પાછળ પુત્ર ઓબાના નાયકને છોડી ગયો હતો. તેણે મડકેરી નાયક નામ ધારણ કર્યું, અને તાજ ધરણ કર્યાંના અમુક વર્ષમાં જ તેણે વિજયનગર સામ્રાજ્યથી પોતાને સ્વતંત્ર ઘોષિત કર્યો.

ઓબાના નાયક બાદ તેના સ્થાને 1602માં તેનો પુત્ર કસ્તૂરી રંગપ્પા નાયક આવ્યો. તેનો શાસનકાળ પડોશી સરદારો સાથેનાં સંઘર્ષોથી ભરેલો હતો. બાસવપટ્ટણના પલેયગાર સાથે માયાકોન્ડા, સાંતેબેન્નુર, હોલાલકીરી, અન્જાઈ અને જેગાલુર જેવા વિવિધ સ્થળોએ ઘણી લડાઈઓ થઈ, આ પૈકીના તમામ પ્રદેશો છેવટે ચિત્રદુર્ગ પ્રદેશના ભાગરૂપ રહ્યાં. 1652માં પોતાના મૃત્યુ સમયે, ઓબાનાની માલિકીનું રાજ્ય 65,000 દુર્ગી પેગોડાની આવક ધરાવતું હતું.

રંગપ્પા નાયક બાદ તેના સ્થાને 1652માં તેનો પુત્ર મડકેરી નાયક બીજો આવ્યો, જેણે સંખ્યાબંધ વિજયો મેળવ્યાં હતા, તેમાં ખાસ કરીને પૂર્વમાં મેળવેલા વિજયો મુખ્ય હતા. તેના સમયગાળામાં, આ રાજ્ય ચાર પ્રદેશોમાં વહેચાયેલું હતું. આ પ્રદેશો માટે જવાબદાર સ્થાનિક અધિકારીઓમાં હોટ્ટે ગુરુકન્ના, કર્ણિકા ભુનપ્પા, અબ્બીગેરે માલ્લન્ના અને કર્ણિકા અપ્પાન્નાનો સમાવેશ થાય છે. રંગપ્પા 1674માં મૃત્યુ પામતી વેળાએ 1,00,000 દુર્ગી પેગોડાની નીપજ ધરાવતું રાજ્ય છોડી ગયો હતો.

ચિક્કન્ના નાયક[ફેરફાર કરો]

મડકેરી નાયકને કોઈ સંતાન હતું નહીં, અને તેણે એક પુત્ર ખોળે લીધો હતો જે ઓબાના નાયક હતો. મડકેરી નાયક બાદ તે ચિત્રદુર્ગની ગાદીએ આવ્યો હતો. ઓબાનાને દલવાયિસે મોતને હવાલે કરી દીધો હતો, આનું કારણ કદાચ એવું હતું કે તે દલવાયિસને રૂઢિગત ખંડણી આપવામાં નિષ્ફળ નીવડ્યો હતો. મડકેરી નાયકનો નાનો ભઈ ચિક્કન્ના નાયક 1676માં ગાદીએ આવ્યો. આ સમયે, ગરપનાહલ્લીના સરદારે અનાજીને ઘેરો ઘાલ્યો અને સ્થાનિક અધિકારી ભુનપ્પાને મારી નાખ્યો. ચિક્કન્ના નાયક અનાજી ગયો અને દુશ્મનને ઘેરાનો અંત લાવવા દબાણ કર્યું. આની તુરંત બાદ, તેને હરિહરને મુહમ્મદાનોથી બચાવવા માટે ત્યાં જવું પડ્યું હતું, મુહમ્મદાને શમશેર ખાનની આગેવાની હેઠળ હુમલો કર્યો હતો. નીચેની વ્યૂહરચના દ્વારા સુરક્ષા કરવામાં આવી હતીઃ રાત્રિના સમયગાળા દરમિયાન, સંખ્યાબંધ મશાલો પ્રકટાવાઈ અને તેને વૃક્ષોની ડાળીઓ સાથે બાંધી દેવાઈ, અને બારેગુડ્ડા પર્વત ઉપર સંગીતકારોને ચિક્કન્નાની છાવણીમાં સામાન્યપણે જે રીતે સંગીત વાગતું હોય છે તે રીતે સાધનો વગાડવા જણાવ્યું. તેનો ઇરાદો સૈન્ય હલ્યુ કે ચાલ્યું નથી તેવું દ્વશ્ય ઊભું કરવાનો હતો. નાયક પોતાના સંપૂર્ણ સૈન્યને એક આડકતરા માર્ગેથી કૂચ કરાવીને લઈ ગયો, અને પશ્ચિમમાંથી કિલ્લા ઉપર હુમલો કર્યો અને દુશ્મનોને હાંકી કાઢ્યાં. ચિક્કન્નાએ રાયદુર્ગ અને બસવપટ્ટણના સરદારો સાથે વૈવાહિક ગઠબંધનો સ્થાપ્યા હતા. એવું કહેવાય છે કે આ નાયકના શાસનકાળ દરમિયાન ચિત્રદુર્ગ પરિવારે બે વાર પોતાનો ધાર્મિક સંપ્રદાય બદલ્યો હતો. સૌપ્રથમ, સમગ્ર પરિવારે વીરાશૈવ પંથ અપનાવ્યો હતો, અને નાયકે કિલ્લામાં એક મઠ ની સ્થાપના પાછળ પણ કારણભૂત રહ્યો હતો તથા વિરક્ત જન્ગમને ઉગ્રચન્નાવિરાદેવા નામથી તેમના ગુરુ તરીકેની કામગીરી માટે નિમવાના હતા. બાદમાં, તમામ લોકો પોતાના મૂળ ધર્મમાં પાછા ફરી ગયા હોવાનું કહેવાય છે. ચિક્કન્ના નાયક 1686માં મૃત્યુ પામ્યો હતો.

ચિક્કન્ના નાયક બાદ તેના સ્થાને તેનો મોટો ભાઈ લિંગન્ના નાયક આવ્યો, જે મડકેરી નાયક ત્રીજા તરીકે પણ ઓળખાય છે. આ સમયે દલેવાયિસોમાં ગાદીના યોગ્ય વારસદારને લઈને ગંભીર મતભેદ હતા. પંચામરામુદ્દન્નાની રાહબરી હેઠળના એક જૂથે લિંગન્ના નાયકને કેદ કરીને બાદમાં મારી નાખ્યો હતો, દોન્ને રંગપ્પા નાયકને ગાદીએ બેસાડ્યો. દલવાયી ભારમપ્પાની આગેવાની હેઠળના અન્ય એક જૂથે સત્તા કબ્જે કરી ત્યાં સુધી મુદ્દન્ના ચિત્રદુર્ગમાં સૌથી શક્તિશાળી માણસ રહ્યો હતો. મુદ્દન્ના અને તેના ભાઈઓ ટૂંક સમયમાં જ વિનાશ પામ્યાં, અને દોન્ને રંગપ્પાને કેદ કરાયો.

ભારમપ્પા નાયક[ફેરફાર કરો]

દલવાયી ભારમપ્પા રાજ્યની અખંડિતતામાં રસ ધરાવતો હતો. ગાદીનો સીધો કોઈ વારસદાર નહીં હોવાને લીધે, દરબારના અન્ય વડીલો સાથે વિચારવિમર્શ કરીને, તે ભારમપ્પા નાયક નામનાં એક દૂરના વારસદારને લઈ આવ્યો. આ નવો નાયક આશરે 1689માં ગાદીએ આવ્યો. રાજ્ય માટે આ એક કપરો સમય હતો; આ સમયગાળા દરમિયાન મુઘલોએ બિજાપુરનો અંકુશ મેળવી લીધો હતો અને સિરામાં તેમની સરકાર સ્થાપી દીધી હતી, આ પૈકી બસવપટ્ટણ અને બુધિયાલને પરગણાં બનાવી દેવાયા હતા અને ચિત્રદુર્ગ તથા અન્ય પડોશી પલેયગાર રાજ્યો ખંડિયા બન્યાં હતા. આ નાયકના શાસનકાળ દરમિયાન ચિત્રદુર્ગ અને હરપનાહલ્લી, બન્ને વચ્ચે તેમજ રાયદુર્ગ અને બિજાપુર વચ્ચે ઘણી લડાઈઓ થઈ હતી. તમામ લડાઈઓમાં આ નાયક સફળ રહ્યો હતો. આ નાયકનો 33 વર્ષનો લાંબો શાસનકાળ (1689-1721) તેના સત્કાર્યો માટે પણ એટલો જ નોંધનીય છે. તેણે લગભગ 30 મંદિરો. ત્રણ અથવા ચાર મહેલો, પાંચ મજબૂત કિલ્લાઓ અને પોતાના સમગ્ર પ્રદેશમાં ઓછામાં ઓછાં 20 તળાવો બનાવડાવ્યાં હોવાનું કહેવાય છે. ચિત્રદુર્ગના કિલ્લાનો એક હિસ્સો અને સંખ્યાબંધ પ્રવેશદ્વારો અને કિલ્લાના બુરજો પણ તેને આભારી છે. તેના શાસનકાળ દરમિયાન લોકો એકમાત્ર 1703માં આવેલા ભયંકર પ્લેગને લીધે હેરાન થયા હતા, જેમાં બહુ લોકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાક દિવસ સુધી પાટનગરને લગભગ પૂરેપૂરું ખાલી કરાવવું પડ્યું હતું.

1721માં તેના મૃત્યુ બાદ, ભારમપ્પા નાયકના સ્થાને તેનો પુત્ર હિરી મડકેરી નાયક આવ્યો. સત્તારોહણના બે અથવા ત્રણ વર્ષની અંદર જ, યુવાન રાજકુમારને દુષ્કાળ અને પિરાજીના નેતૃત્વ હેઠળ મરાઠાના હુમલાનો સામનો કરવો પડ્યો હતો. તેનો શાસનકાળ હરપનહલ્લી, સવાનુર, બિદનોર અને મરાઠા વિરુદ્ધના સંખ્યાબંધ વિગ્રહોમાં વહેંચાયેલો છે. તે સામાન્યરીતે તેના કાર્યોમાં સફળ રહ્યો હતો અને તેણે મોલાકાહનુરુની આગળ ઉત્તર-પૂર્વમાં દેશની સીમા નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તારી હતી. 1747-48માં માયાકોન્ડામાં ચિત્રદુર્ગ અને સાથી રાજ્યો (બિદનોર, રાયદુર્ગ, હરપનહલ્લી અને સવનૌર)ના દળો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. ચિત્રદુર્ગના સૈન્યને સંપૂર્ણ નિષ્ફળતા મળી હતી, અને હરપનહલ્લીના સોમશેખર નાયકે હિરી મડકેરી નાયકનો વધ કર્યો હતો. આ નાયકના સત્તાકાળ દરમિયાન, ચિત્રદુર્ગમાં સમૃદ્ધિ ખિલી હતી; રાજ્યની આવક 3,00,000 દુર્ગી પેગોડાએ સ્પર્શી ગઈ હતી. આ રાજાને સંખ્યાબંધ મંદિરોના નિર્માણ માટે યાદ કરાય છે, પરંતુ તેમે વિવિધ મંદિરોમાં સંખ્યાબંધ ભક્તિ સમારોહ અને ઉત્સવોની વ્યવસ્થા પણ કરી હતી.

કસ્તૂરી રંગપ્પા નાયક બીજો[ફેરફાર કરો]

હિરી મડકેરી નાયક બાદ ગાદીએ તેનો પુત્ર કસ્તૂરી રંગપ્પા નાયક બીજો આવ્યો હતો, જેણે માયાકોન્ડાને પુનઃ પ્રાપ્ત કર્યું. તેણે મરાઠા સરદાર મુરારી રાવ અને અડવાનીના સુબેદારની મદદથી આ સિદ્ધિ મેળવી. કસ્તૂરી રંગપ્પા નાયકે ઉત્તર અને દક્ષિણમાં વિવિધ ચડાઈઓ કરી હોવાનું, અને દક્ષિણમાં બુધિયાલ પ્રદેશમાં કેટલાક પ્રદેશો જીત્યાં હોવાનું કહેવાય છે. તેણે સિરાના સુબેદાર સાથે મૈત્રી નિભાવી હોવાનું પણ કહેવાય છે. તે 1754માં કોઈ વારસદાર વિના જ મૃત્યુ પામ્યો, અને મડકેરી નાયકે જાનાકલ-દુર્ગાના કોઈ ભારમપ્પા નાયકના પુત્ર મડકેરી નાયકને મૃતક રાજાના વારસદાર તરીકે બોલાવાયો.

રાજા વીરા મડકરી નાયક[ફેરફાર કરો]

ચિત્રદુર્ગની ગાદીએ આરૂઢ થતા સમયે, મડકરી નાયક 12 વર્ષનો હતો અને તે ચિત્રદુર્ગના નાયકો પૈકીનો છેલ્લો નાયક બનવાનો હતો. ચિત્રદુર્ગના દુશ્મનોએ ફરીથી તેને જીતી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેડા વિશ્વાસુ રહ્યાં હતા અને તેમણે નાયકની રક્ષા કરી. કાલ્યદુર્ગાએ એકલપંડે પ્રયત્ન કર્યો અને નિષ્ફળ રહ્યો. 1759-60માં રાયદુર્ગ, હરપનહલ્લી અને સવાન્નરની સંયુક્ત ફોજે હુમલો કર્યો. આ યુદ્ધ ઈહોસ્કેર નજીક થયું હતું, જેમાં ચિત્રદુર્ગને વિજય મળ્યો હતો, અલબત્ત તેને થોડું નુકશાન થયું હતું. ત્યારબાદ રાજ્યના સરહદી વિસ્તારોમાં તારિકેરી અને જરીમેલના સરદારોની ગતિવિધિને કારણે કેટલાક નાના વિખવાદો થયા હતા.

ચિત્રદુર્ગ એ દક્ષિણનું એક શક્તિશાળી રાજ્ય બન્યું હતું, એ પણ એટલી હદે કે હૈદર અલી અને પેશ્વાએ એકબીજાની વિરુદ્ધમાં ચિત્રદુર્ગની મદદ માગી હતી. પહેલા તો નાયકે હૈદર અલીને બાંકાપુર, નિજાગલ, બિદનોર અને મરાઠાઓ વિરુદ્ધમાં તેના અભિયાનોમાં મદદ કરી હતી. તેમ છતાં, નવાબ ચિત્રદુર્ગ ઉપર હુમલો કરવાની તકની પ્રતિક્ષા કરી રહ્યો હતો. 1777માં, હૈદર અલી સમક્ષ મરાઠા અને નિઝામની સંયુક્ત ફોજના આક્રમણનો ભયાનક પડકાર ઊભો થયો. ચિત્રદુર્ગના નાયકે તેની નિષ્ઠા બદલી નાખી, અને હૈદરે ચિત્રદુર્ગની દિશામાં કૂચ કરી. હૈદરે રાજાની વિશાળ દંડ ચૂકવવાનાં પ્રસ્તાવનો પણ અસ્વીકાર કર્યો. કેટલાક મહિનાઓ સુધી સફળતાપૂર્વક ઘેરો રાખવામાં આવ્યો, બાદમાં પતાવટ કરવામાં આવી, અને રજા પાસેથી 13 લાખ પેગોડાનો દંડ વસૂલાયો. મરાઠા આક્રમણ પૂરું થતા, હૈદરે ફરી એકવાર ચિત્રદુર્ગ ઉપર હુમલો કર્યો, ચિત્રદુર્ગે તેનો મહિનાઓ સુધી સામનો કર્યો. પલેયગારની સેવામાંરહેલા મુહમ્મદેન અધિકારીઓની મદદથી, 1779માં ચિત્રદુર્ગ ઉપર જીત મેળવી. મડકેરી નાયક અને તેના પરિવારને શ્રીરંગપટ્ટણ ખાતે બંદી બનાવાયા, અને 20,000 બેડા સૈનિકોને ચિત્રદુર્ગથી શ્રીરંગપટ્ટણ (મૈસુર) ટાપુ ઉપર મોકલી દેવાયા. આમ કરવા પાછળનો એકમાત્ર હેતુ શત્રુની શક્તિને વિભાજિત કરી દેવાનો હતો. નાયકના મૃત્યુ બાદ, ચિત્રદુર્ગની તિજોરીમાંથી હૈદર અલીને અન્ય ચીજોની સાથે સાથે 4,00,00 ચાંદીના સિક્કા, 1,00,000 શાહી સિક્કા, 1,700,000 અશરફી, 2,500,000 દબોલીકદાલી અને 1,000,000 ચવુરી મળી હોવાનું કહેવાય છે.

સ્રોતો[ફેરફાર કરો]

  • ભારતનો રાજપત્ર, ચિત્રદુર્ગ જિલ્લો, 1967
  • મૈસુરનો રાજપત્ર, બી. એલ. રાઈસ દ્વારા

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2011-01-27.
વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ