મદનલાલ શર્મા
Appearance
મદનલાલ શર્મા ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ગતિના ગેંદબાજ હોવા ઉપરાંત પાછલા ક્રમમાં આવી આક્રમક બેટીંગ કરવા માટે જાણીતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.
તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.