લખાણ પર જાઓ

મેહરગઢ

વિકિપીડિયામાંથી
(મહેરગઢ થી અહીં વાળેલું)
મેહરગઢ
બલુચિસ્તાનના મેહરગઢમાં મકાનોના અવશેષો
સ્થાનબલૂચિસ્તાન, પાકિસ્તાન
વિસ્તારદક્ષિણ એશિયા
અક્ષાંસ-રેખાંશ29°23′N 67°37′E / 29.383°N 67.617°E / 29.383; 67.617Coordinates: 29°23′N 67°37′E / 29.383°N 67.617°E / 29.383; 67.617
ઇતિહાસ
સ્થાપનાc. 7000 BCE
Abandonedc. 2600 BCE
સમયગાળોઉત્તરપાષાણ પુરાતત્વીય સ્થળ
સ્થળની વિગતો
ખોદકામ તારીખ૧૯૭૪–૧૯૮૬, ૧૯૯૭–૨૦૦૦
પુરાતત્વવિદોજીન-ફ્રેન્કોઇસ જેરીજ અને કેથરિન જેરીજ
પ્રારંભિક હડપ્પન સભ્યતા

મેહરગઢ એક ઉત્તરપાષાણ પુરાતત્વીય સ્થળ છે, જે પાકિસ્તાનમાં બલુચિસ્તાનના કાચી મેદાન પર આવેલું છે.[] તે બોલાન ઘાટની નજીક, સિંધુ નદીની પશ્ચિમે અને પાકિસ્તાનના આધુનિક શહેરો ક્વેટા, કલાત અને સિબીની વચ્ચે આવેલું છે. આ સ્થળની શોધ ૧૯૭૪માં ફ્રેન્ચ પુરાતત્વવિદો જીન-ફ્રેન્કોઇસ જેરીજ અને કેથરિન જેરીજની આગેવાની હેઠળના ફ્રેન્ચ આર્કિયોલોજિકલ મિશન[] દ્વારા કરવામાં આવી હતી. મેહરગઢનું ૧૯૭૪ થી ૧૯૮૬ દરમિયાન[] તથા પુનઃ ૧૯૯૭ થી ૨૦૦૦ દરમિયાન સતત ખોદકામ કરવામાં આવ્યું હતું.[] પુરાતત્વીય સામગ્રી છ ટેકરામાંથી મળી આવી છે, અને લગભગ ૩૨,૦૦૦ કલાકૃતિ સ્થળ પરથી એકત્ર કરવામાં આવી છે. ૪૯૫ એકર (૨.૦૦ વર્ગ કિ.મી.) ના સ્થળના ઈશાન ખૂણામાં આવેલી મેહરગઢ ખાતેની સૌથી પ્રારંભિક વસાહત ઈ.સ.પૂ. ૭૦૦૦ થી ૫૫૦૦ વચ્ચે એક ખેતી ધરાવતું એક નાનકડું ગામ હતું.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Stone age man used dentist drill". મૂળ સંગ્રહિત માંથી 5 May 2017 પર સંગ્રહિત. મેળવેલ 29 June 2006.
  2. "French Archaeological Mission in the Indus Basin". www.wikidata.org (અંગ્રેજીમાં). મેળવેલ 2023-03-23.
  3. Jarrige, Catherine; Jarrige, Jean-François; Meadow, Richard; Quivron, Gonzague (1995). Mehrgarh (અંગ્રેજીમાં).
  4. Jarrige, Jean-François; Jarrige, Catherine; Quivron, Gonzague; Wengler, Luc; Castillo, David Sarmiento (2013). Mehrgarh (અંગ્રેજીમાં). Serie Indus-Balochistan.