લખાણ પર જાઓ

માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર

વિકિપીડિયામાંથી

માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વર (Microsoft SQL Server) એ માઇક્રોસોફ્ટે વિકસાવેલી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એક ડેટાબેઝ સર્વર તરીકે આ એક એવી સોફ્ટવેર પ્રોડક્ટ છે, જેનું મૂળભૂત કાર્ય અન્ય સોફ્ટવેર એપ્લિકેશન્સની રિકવેસ્ટ અનુસાર ડેટાને સ્ટોર તેમજ રિટ્રાઇવ (પુનઃપ્રાપ્ત) કરવાનું છે. આ સોફ્ટવેર એપ્લિકેશન્સ એ જ કમ્પ્યુટરમાં હોઈ શકે છે અને (ઇન્ટરનેટ સહિતના) નેટવર્કના અન્ય કમ્પ્યુટરમાં પણ હોઈ શકે છે.

માઇક્રોસોફ્ટે નાની સિંગલ-મશીન એપ્લિકેશન્સથી માંડીને એક જ સમયે અનેક યુઝર્સ ધરાવતી વિશાળ ઇન્ટરનેટ ફેસિંગ એપ્લિકેશન્સ સુધીના જુદા જુદા કેટલાય પ્રકારના ઉપયોગકર્તાઓ તેમજ કાર્યભારને ધ્યાનમાં રાખીને માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વરની કમસે કમ એક ડઝન આવૃત્તિઓ બજારમાં મૂકી છે.