માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ ઇપીઆર

વિકિપીડિયામાંથી

માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ ઇપીઆર (Microsoft Dynamics ERP) એ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ઇપીઆર) સોફ્ટવેર છે, જે મૂળભૂત રીતે મઘ્યમ કદની સંસ્થાઓ ઉપરાંત મોટી સંસ્થાઓની આનુષાંગિક કંપનીઓ તેમજ વિભાગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેની એપ્લિકેશન્સ માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ (Microsoft Dynamics)નો હિસ્સો છે. માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ એ માઇક્રોસોફ્ટે વિકસાવેલી અને તેની માલિકીની બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર શૃંખલા છે.

માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ ઇપીઆર મુખ્યત્ત્વે આ પાંચ પ્રોડક્ટસ ધરાવે છેઃ માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ એએક્સ (Microsoft Dynamics AX), માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ જીપી (Microsoft Dynamics GP), માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ એનએવી (Microsoft Dynamics NAV), માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ એસએલ (Microsoft Dynamics SL) અને માઇક્રોસોફ્ટ ડાયનેમિક્સ સીફાઇવ (Microsoft Dynamics C5).