લખાણ પર જાઓ

માઈલ

વિકિપીડિયામાંથી

માઈલ એ લંબાઈનો એકમ છે. વિવિધ પ્રકારના માઈલ ચલણમાં છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે માઈલનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે વૈધાનિક માઈલ સમજવામાં આવે છે.

વૈધાનિક માઈલ[ફેરફાર કરો]

અમેરિકા અને યુનાઇટેડ કિંગડમમાં વપરાતો માઈલ શબ્દ એ વૈધાનિક માઈલ છે.

ફીટ યાર્ડ ચેઇન ફરલોંગ માઈલ
૫,૨૮૦ ૧,૭૬૦ ૧.૬૦૯૩૪૪

નોટિકલ માઈલ[ફેરફાર કરો]

નોટિકલ માઈલ દરિયાઇ અને હવાઇ મુસાફરીનું અંતર માપવામાં થાય છે.

નોટિકલ માઈલ એ મૂળભૂત રીતે પૃથ્વીના રેખાંશના એક મિનિટના ચાપ જેટલું વ્યાખ્યાયિત થયું હતું. ૧ ડિગ્રીમાં ૬૦ ચાપ રહેલાં છે (૬૦'= ૧°). એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર ૧૦,૮૦૦ નોટિકલ માઈલ જેટલું છે.

હવે નોટિકલ માઈલ ૧,૮૫૨ મીટર બરાબર વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

એક કલાકમાં એક નોટિકલ માઈલ મુસાફરી કરતાં જહાજની ઝડપ ૧ નૉટ ગણાય છે.

રોમન માઈલ[ફેરફાર કરો]

આ માઈલ સૌપ્રથમ રોમનો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દ લેટિન શબ્દ મીલ્લે પાસસ માંથી આવેલો છે. આનો અર્થ "એક હજાર ડગલાં" થાય છે.

અન્ય માઇલ્સ[ફેરફાર કરો]

વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારનાં માઈલ વપરાશમાં હતા. દાખલા તરીકે, નોર્વે અને સ્વિડનમાં, માઈલ એ ૧૦ કિલોમીટર અંતર બરાબર હતું.