લખાણ પર જાઓ

માલતી દેવી

વિકિપીડિયામાંથી
માલતી દેવી
સંસદ સભ્ય
બેઠકનવાડા (લોકસભા મતવિસ્તાર)
અંગત વિગતો
જન્મ( 1968-08-05)5 August 1968
મૃત્યુ6 September 1999(1999-09-06) (ઉંમર 31)
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષરાષ્ટ્રીય જનતા દળ
જીવનસાથીભુવનેશ્વર પ્રસાદ
ક્ષેત્રકૃષિવિદ્‌, રાજકારણી, સામાજિક કાર્યકર

માલતી દેવી (૫ ઓગસ્ટ ૧૯૬૮ – ૬ સપ્ટેમ્બર ૧૯૯૯) એક રાજકીય અને સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય જનતા દળ પક્ષના સભ્યપદેથી ભારતના બિહાર રાજ્યના નવાદા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા સંસદસભ્ય હતા.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

માલતી દેવીનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૬૮ ના રોજ ભારતના બિહાર રાજ્યના ગયા જિલ્લાના મંગલાગોરી ગામમાં થયો હતો. ૪ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ તેમના લગ્ન ભુવનેશ્વર પ્રસાદ સાથે થયા હતા અને તેમને બે પુત્રો છે. તેમણે ૧૯૮૦માં શાળાનું શિક્ષણ છોડી દીધું હતું.[]

રાજકારણ અને સક્રિયતા

[ફેરફાર કરો]

તેમણે ખેડૂત ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનિસ્ટ)ના સભ્ય હતા.[] તેમણે મધ્ય અને દક્ષિણ બિહારમાં મહિલાઓ,[] જમીન વિહોણા ખેડૂતો અને આદિવાસીઓની હિમાયત કરી હતી. તેમણે ૧૯૯૫માં સી.પી.આઈ. (એમ.એલ.) પક્ષ છોડી દીધો હતો. તેઓ ૧૯૯૫ થી ૧૯૯૮ દરમિયાન બિહાર વિધાનસભાના સભ્ય હતા અને ૧૯૯૮ માં ૧૨મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ શહેરી અને ગ્રામીણ વિકાસ અંગેની સમિતિના સભ્ય અને શહેરી બાબતો અને રોજગાર અંગેની તેની પેટા-સમિતિ-૧ના સભ્ય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય પણ હતા.[]

માલતી દેવીનું અવસાન ૬ સપ્ટેમ્બર ૧૯૯૯ ના રોજ તેમના દિલ્હી નિવાસસ્થાને કેન્સરને કારણે થયું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Biographical Sketch Member of Parliament 12th Lok Sabha". મૂળ માંથી 22 February 2014 પર સંગ્રહિત. મેળવેલ 11 February 2014. CS1 maint: discouraged parameter (link)
  2. "Lok Sabha Proceedings". Parliament of India. મેળવેલ 11 February 2014. CS1 maint: discouraged parameter (link)