મીનું એડનવાળા

વિકિપીડિયામાંથી

મીનું દોરાબ એડનવાળા (૨૧ ઓક્ટોબર, ૧૯૨૭) ગુજરાતી નિબંધકાર અને પ્રાધ્યાપક છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ પુણેમાં થયો હતો. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી તેઓએ મૅટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી (બોમ્બે યુનિવર્સિટી) અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ૧૯૫૪માં અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમ.એસ. તથા ૧૯૫૬માં રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તેઓ હાલમાં વિસ્કોન્સિની લૉરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગમાં પ્રાધ્યાપક (નિવૃત્ત) છે.[૧]

સર્જન[ફેરફાર કરો]

અમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજ્યપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકનોનો પરિચય કરાવતી પુસ્તિકા અમેરિકા આવું છે (૧૯૬૯) એમણે લખેલી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]