લખાણ પર જાઓ

મોઝામ્બીકનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
મોઝામ્બીક
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોમે ૧, ૧૯૮૩
રચનાલીલો, કાળો અને પીળો રંગના ત્રણ આડા પટ્ટા; ધ્વજદંડ તરફ લાલ ત્રિકોણ; તેમાં પીળા પાંચ ખૂણાવાળા સિતારા પર ખુલ્લું પુસ્તક જેની ઉપર બંદૂક અને ખરપિયો.

મોઝામ્બીકનો રાષ્ટ્રધ્વજ સંગીન જોડેલી એકે-૪૭ની તસવીર ધરાવે છે. આ પ્રકારના આધુનિક હથિયારની તસ્વીર ધરાવતો આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે.

લીલો રંગ જમીનની ફળદ્રુપતાનો સૂચક છે. સફેદ રંગ શાંતિનો, કાળો રંગ આફ્રિકા ખંડનો, પીળો રંગ દેશના ખનિજ સંપત્તિનો, લાલ રંગ આઝાદીની લડાઈનો સૂચક છે. બંદૂક રક્ષણ અને સતર્કતા દર્શાવે છે. ખુલ્લું પુસ્તક શિક્ષણનું મહત્ત્વ સમજાવે છે. પાવડો અથવા ખરપિયો રાષ્ટ્રની ખેતી અને સિતારો માર્ક્સવાદ અને આંતરરાષ્ટ્રીયવાદના સૂચક છે.

૨૦૦૫ની નવા ધ્વજની દરખાસ્ત

[ફેરફાર કરો]

૨૦૦૫માં નવો ધ્વજ અપનાવવા માટે દરખાસ્ત કરાઈ હતી અને તેની સ્પર્ધા આયોજિત કરાઈ હતી. ૧૧૯ ચિત્રોમાંથી એક ધ્વજને પસંદ કરાયો હતો પરંતુ આજ સુધી તેને અપનાવાયો નથી. તે સમયે બંદૂક હટાવવાની માંગ પ્રબળ હતી તે માટે આ દરખાસ્ત કરાઈ હતી.[]

ડિસેમ્બર ૨૦૦૫માં સંસદમાં નવા ધ્વજને નકારવામાં આવ્યા હતા અને હાલના ધ્વજને બંદૂક વગર પણ અસ્વીકૃત કરાયો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Are you passionate about your flag?". BBC News. December 23, 2005.
  2. "Mozambique: Parliament Keeps Gun In National Flag". New York Times. 2005-12-20. મેળવેલ 2007-11-14.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]