મોલોસિયા

વિકિપીડિયામાંથી
મોલોસિયા ગણરાજ્ય

Respubliko de Molossia
સુક્ષ્મરાષ્ટ્ર
મોલોસિયાનો ધ્વજ
ધ્વજ
મોલોસિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Nothing Ventured, Nothing Gained"
"કંઈ જોખમ નહીં, કંઈ પ્રાપ્ત નહીં"
રાષ્ટ્રગીત: "Fair Molossia is Our Home"[૧]
"પ્રામાણીક મોલોસિયા અમારું ઘર છે"
Location of મોલોસિયા
રાજધાનીબાઘસ્ટન
અધિકૃત ભાષાઓઅંગ્રેજી, એસ્પ્રેન્ટો[૨]
લોકોની ઓળખમોલોસિયન
બંધારણીય માળખુંબંધારણીય રાષ્ટ્રપતિય
સૈન્ય આપખુદશાહી
• રાષ્ટ્રપતિ
કેવિન બાઘ
• ઉપરાષ્ટ્રપતિ
એન્ડ્રિાન્ન ડિ'બિન્કા
સંસદરાષ્ટ્રિય સંસદ
સ્થાપના
• સ્વાતંત્ર્ય ઘોષણા
મે ૨૬, ૧૯૭૭
વિસ્તાર claimed
• કુલ
0.0053 km2 (0.0020 sq mi)
વસ્તી
• અંદાજીત
૩૪ કુતરાઓ સહિત
Membership૩૪
કામચલાઉ ચલણવલોરા
સમય વિસ્તારમોલોસિયન પ્રમાણ સમય (UTC-8:41)
ટેલિફોન કોડ+૧ ૭૭૫

મોલોસિયા જે અધિકૃત રીતે મોલોસિયા ગણરાજ્ય ઓળખાય છે, કેવિન બાઘ દ્વારા સ્થાપિત એક સુક્ષ્મરાષ્ટ્ર છે. મોલોસિયા ગણરાજ્ય દ્વારા પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અથવા કોઈ પણ અન્ય માન્ય સાર્વભૌમ રાષ્ટ્ર દ્વારા રાષ્ટ્ર તરીકે માન્ય નથી. એપ્રિલ ૧૬, ૨૦૧૬ના રોજ, કેવિને મોલોસિયાના પ્રવાસનું આયોજન કર્યું હતું, જે એટલાસ ઓબ્સકુરા નામની વેબસાઇટ દ્વારા પ્રાયોજિત હતો.[૩] કેવિને સ્ટોરી કાઉન્ટીને મોલોસિયાની જમીન પર મિલકતવેરો ચૂકવવાનું ચાલુ રાખ્યું છે, જો કે કેવિન તેને "વિદેશી સહાય" તરિકે ઓળખાવે છે.[૪] કેવિને કહ્યું હતું કે "અમે બધા વિચારીએ છીએ કે આ અમારો પોતાનો દેશ છે, પણ તમે જાણો છો કે અમેરિકા ઘણો મોટો છે".[૫]

ઇતિહાસ[ફેરફાર કરો]

રાષ્ટ્રપતિ કેવિન બાઘ

મોલોસિયાની ઉત્પત્તિ "સુક્ષ્મરાષ્ટ્ર બાળપણ યોજના" માંથી આવી છે, જેને મે ૨૬, ૧૯૭૭ ના રોજ કેવિન અને જેમ્સ સ્પિલમેન દ્વારા સ્થાપિત ધ ગ્રાન્ડ રિપબ્લિક ઑફ વલ્ડસ્ટાઇન કહેવામાં આવે છે. વલ્ડસ્ટાઇનનું શાસન રાજા જેમ્સ પ્રથમ (સ્પિલમેન) અને વડા પ્રધાન કેવિન દ્વારા ચલાવવામાં આવતું હતું અને ત્યાંના નાગરિક પણ તેઓ બે માત્ર જ હતા, જો કે રાજા જેમ્સે ટૂંક સમયમાં જ વલ્ડસ્ટાઇન છોડી દીધું. યુરોપમાં મુસાફરી કરતી વખતે કેવિને ઘણા નોમેડીક સામ્રાજ્યો માટે આ નામનો ઉપયોગ કર્યો હતો. ૧૯૯૮ થી ૧૯૯૯ સુધી, મોલોસિયા "યુટોપિયા યુનાઈટેડ પ્રોવિન્સ"નું સભ્ય હતું. સપ્ટેમ્બર ૩, ૧૯૯૯ ના રોજ, કેવિને વલ્ડેસ્ટાઇનના અનુગામી દેશ તરીકે મોલોસિયા ગણરાજ્ય બનાવ્યું અને પોતાને રાષ્ટ્રપ્રતિ જાહેર કર્યા.

નવેમ્બર ૧૩, ૨૦૧૨ ના રોજ કેવિન બોઘે પોતાના સુક્ષ્મરાષ્ટ્રને અધિકૃત માન્યતા આપવા માટે, અમેરિકન સરકારની અધિકૃત વી ધ પીપલ્સ વેબસાઇટ પર એક અરજી કરી હતી. મોલોસિયાએ પોતાની છેલ્લા વસ્તી ગણતરીમાં ૨૭ની વસ્તી હોવાનું પર જાહેર કર્યું હતું.[૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Our New National Anthem Republic of Molossia (www.molossia.org). Date 28 January 2014; access date 4 September 2014
  2. "What is Esperanto?". Republic of Molossia. 226 Mary Lane, Dayton, Nevada 89403. મૂળ માંથી 2017-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-04. Esperanto is the second language of the Republic of Molossia.CS1 maint: location (link)
  3. "Interviewing the President of Molossia". Atlas Obscura. 14 April 2016. મેળવેલ 15 April 2016.
  4. "Property Detail - Parcel Detail for Parcel # 003-304-18". Storey County Assesor's Office. Storey County. મૂળ માંથી 18 જૂન 2018 પર સંગ્રહિત. મેળવેલ 6 December 2017.
  5. "Molossia and Vikesland? Leaders of (fake) nations gather in L.A." મેળવેલ 10 April 2015.
  6. ન્યુઝબાઈટ્સ મોલોસિયા