લખાણ પર જાઓ

યતી (હિમ માનવ)

વિકિપીડિયામાંથી

યતી (અંગ્રેજી: Yeti) એટલે કે હિમ માનવ. ભારતની ઉત્તરદિશામાં આવેલા હિમાલયના હિમાચ્છાદિત પર્વતોમાં વર્ષોથી રહસ્યમય વિશાળકાય, રૂંવાટીદાર, બે પગે ચાલતાં અને વાનર જેવા દેખાતા પ્રાણીના કિસ્સાઓ આપણે સાંભળતા આવ્યા છીએ, આ પ્રાણી કે મહાકાય માણસ એટલે યતી. પરંતુ તેના અસ્તીત્વના કોઇ સચોટ પુરાવા હજુ સુધી મળ્યા નથી. કેટલાક સંશોધકોનુ માનવુ છે કે, તે માનવના વાનરમાંથી વિકાસ પામવાની જે પ્રકિયા થઇ હતી તેનીજ એક વિખુટી પડેલી શાખા છે. વર્ષો પહેલા જ્યારે તેનસીંગ અને હીલેરી માઉન્ટ એવરેષ્ટ સર કરવા ગયા હતા ત્યારે તેમણે આ યતીનાં પગલાનાં નીશાન જોયા હતા.

યતી કે એબોમિનેબલ સ્નોમેન એ એક એપ (વાનર) રૂપી પૌરાણીક કથાનું પાત્ર છે જે હહિમાલયના નેપાળ અને તિબેટ ક્ષેત્રમાં માં વસતો હોવાનું મનાય છે. તે યતિ અને મેહ-તેહ ના નામે સ્થાનીય લોકોમાં પ્રચલિત છે,[] અને તે તેમના ઇતિહાસ અને પરંપરાનો ભાગ છે. યેતિ અને તેને લાગતી વાતો ૧૯મી સદી દરમ્યાન પશ્ચિમ પ્રસાર માદ્યમમાં પ્રસિદ્ધિ પામ્યાં.

વૈજ્ઞાનિક સમાજ આને એક એદંત કથાનું પાત્ર સમજે છે,કેમકે તેમના અસ્તિત્વનો કોઈ પુરાવો નથી,[] તેમ છતા ક્રીપ્ટોઝુલોજીનું તે સૌથી રોચક પ્રાણી છે. યતિ એ અમિરિકાની પુઇરાણ કથાના બીગ ફૂટને સમાનાંતર માનવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Charles Stonor (1955 Daily Mail). The Sherpa and the Snowman. Hollis and Carter. {{cite book}}: Check date values in: |year= (મદદ)CS1 maint: year (link)
  2. John Napier (2005). Bigfoot: The Yeti and Sasquatch in Myth and Reality. London: N. Abbot. ISBN 0-525-06658-6..