લખાણ પર જાઓ

યાહૂ!

વિકિપીડિયામાંથી
યાહૂ!, ઇન્ક.
જાહેર
શેરબજારનાં નામોNASDAQYHOO
ઉદ્યોગઈન્ટરનેટ
સ્થાપના૧ માર્ચ, ૧૯૯૫
સ્થાપકોજેરી યંગ, ડેવિડ ફિલો
મુખ્ય કાર્યાલયસનીવાલે, કેલિફોર્નિયા, અમેરિકા
સેવા અપવામાં અવતા વિસ્તારોવિશ્વભરમાં
મુખ્ય લોકોFred Amoroso
(Chairman)
Marissa Mayer
(CEO)
આવકDecrease અમેરિકન $ 0૪૯૮ કરોડ (૨૦૧૨)[૧]
સંચાલન આવકDecrease અમેરિકન $ 0૫૬.૬ કરોડ (૨૦૧૨)[૧]
ચોખ્ખી આવકIncrease અમેરિકન $ 0૩૯૪ કરોડ (૨૦૧૨)[૧]
કુલ સંપતિIncrease અમેરિકન $ ૧૭૧૦ કરોડ (૨૦૧૨)[૧]
કુલ ઇક્વિટીIncrease અમેરિકન $ ૧૪૫૬ કરોડ (૨૦૧૨)[૧]
કર્મચારીઓ14,100 (2012)[૨]
વેબસાઇટYahoo.com
એલેક્સા (Alexa) ક્રમાંકSteady ૫ (ઓગસ્ટ ૨૦૧૬)[૩]

યાહૂ!ની સ્થાપના ૧૯૯૪માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે સ્નાતક વિદ્યાર્થી જેરી યાંગ અને ડેવિડ ફિલોએ કરી હતી. યાહૂ એક વેબ પોર્ટલ, સર્ચ એન્જીન, ઈમેલની સુવિધા આપે છે. જેરી અને ડેવિડે “જેરી એન્ડ ડેવિડ ગાઈડ ટુ વર્લ્ડ વાઈડ વેબ” નામની એક વેબ સાઈટ ચાલુ કરી હતી. ડિરેક્ટરી રૂપની સાઈટ જેમાંથી માહિતી આસાનીથી શોધી શકાય એ રીતે વેબ સાઈટનો સમૂહ બનાવ્યો હતો. જેને ત્યાર બાદ ૧૮ જાન્યુંઆરી ૧૯૯૫ના રોજ ડોમેઇન રજિસ્ટર કરી યાહૂ નામ આપવા માં આવ્યું હતું.

ઈમેલ[ફેરફાર કરો]

યાહૂની સૌથી વધુ જાણીતી સુવિધા ઈમેલ છે. યાહૂ મેઈલથી જાણીતી સુવિધા દુનિયાની ત્રીજા નંબરની વેબ ઈમેલ સુવિધા છે. ૨૦૧૨ના અંત સુધીમાં ૨૮.૧ કરોડ લોકો આ સુવિધાનો લાભ લે છે . સુવિધાની શરુઆતના દિવસો માં ૪ એમ.બી. જગ્યા આપવામાં આવતી અને ત્યાર બાદ ૮ એમ.બી. અને ૨૦૦૮માં વેબ આધારિત મેઈલ સ્ટોરેજમાં હરીફાઈ ને જોઈ અનલીમીટેડ કરીદેવા માં આવી.

ઓક્ટોબર ૧૯૯૭માં ફોર૧૧ કંપનીની સુવિધા “રોકેટમેઈલ“ હસ્તગત કરીને યાહૂ મેઈલમાં ભેળવી દેવામાં આવી. ૨૦૧૧માં ઘણા ફેરફાર સાથે સુવિધાને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ૨૦૧૨માં મોબાઈલના વધેલા ઉપયોગને ધ્યાનમાં લઇને એન્ડ્રોઈડ, આઈફોન અને વિન્ડોને અનુરૂપ સુવિધા બનવામાં આવી.

યાહૂ મેસેન્જર[ફેરફાર કરો]

યાહૂ પેજરનાં નામે માર્ચ ૧૯૯૮માં શરૂઆત થયેલી આ સુવિધા ત્યાર બાદ યાહૂ મેસેન્જર નામે જાણીતી બની. યાહૂ મેસેન્જર એક મફત ઇન્સ્ટન્ટ મેસેજ સુવિધા છે જેના વડે કોમ્પ્યુટરથી કોમ્પ્યુટર મેસેજની સુવિધા આપે છે. જેમાં ઉપયોગકર્તા પોતાના રૂમ બનાવીને તેમજ વ્યક્તિગત પણ મેસેજમાં ચેટ કરી શકાતું હતું પણ 2005માં વ્યક્તિગત રૂમ બનાવવાની સુવિધા બંધ કરી દેવામાં આવી.

જેમાં વેબ કેમ વડે વિડીઓ ચેટ અને ફાઈલ આદાન પ્રદાનની પણ સગવડ છે. અલગ અલગ ચેટ રૂમમાં જઈ ને અલગ અલગ લોકો સાથે વાતો કરવાના રૂમની સગવડતા હતી. જે છેલ્લે ૧૪ ડિસેમ્બર ૨૦૧૨માં એ રૂમ ચેટની સુવિધા સ્થગિત કરી દેવા માં આવી છે. લોકપ્રિય સોશિયલ નેટવર્ક વેબસાઈટ ફેસબુક સાથે જોડાણની સુવિધા પણ ઉમેરવામાં આવી છે.

યાહૂ સર્ચ[ફેરફાર કરો]

ગુગલની સરખામણીમાં બહુ ઓછું પ્રચલિત સર્ચ એન્જીન છે. યાહૂ એ દુનિયામાં થતા સર્ચ માંથી ૬.૪૨ % સાથે ત્રીજા ક્રમ પર છે. જુલાઈ ૨૦૦૯માં માઈક્રોસોફ્ટની સર્ચ સુવિધા બિંગ સાથે મળીને ગુગલને હરીફાઈ આપવાનો પ્રયાસ કરે છે.

બંધ કરેલી સુવિધા[ફેરફાર કરો]

  1. જીયોસીટી: લોકપ્રિય વેબ હોસ્ટીંગ સુવિધા હતી જે ૧૯૯૫માં શરુ થઈ હતી અને લોકોને પોતાના વેબ પેજ બનવાની સેવા આપતી હતી. ૧૯૯૫માં હસ્તાંતરણ કરેલી આ સુવિધા ૧૦ વરસ બાદ બંધ કરી દેવામાં આવી ત્યારે અંદાજે ૭૦ લાખ વેબ પેજ દૂર કરવામાં આવ્યાં હતાં.
  2. યાહૂ ગો: જાવા પ્લેટફોર્મ પર આધારિત ફોન એપ્લીકેશન હતી જેના દ્વરા યાહૂની બધી સુવિધાનો ઉપયોગ કરી શકાતો હતો જે ૧૨ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ બંધ કરી.
  3. યાહૂ ૩૬૦ : બ્લોગીંગ અને સોશિયલ નેટવર્કની ૨૦૦૫માં રજુ કરેલી સુવિધા ૨૩ જુલાઈ ૨૦૦૯થી બંધ કરી નાખી.
  4. યાહૂ ફોટો : સપ્ટેમ્બર ૨૦૦૭માં ફ્લીકર સાથે ભેળવવાથી બંધ કરી દેવામાં આવી.
  5. યાહૂ કોપ્રોલ : જીયો ટેગ શેરીંગની સુવિધા આપતી સાઈટ ૨૮ ઓગષ્ટ ૨૦૧૨ના રોજથી બંધ કરી.

વિવાદો[ફેરફાર કરો]

૧૯૯૬ પબ્લિક આઈપીઓ વડે ૨૬ લાખ શેર ૧૩ અમેરિકન ડોલરના ભાવે વેચીને લગભગ $૩.૩૮ કરોડનું ભંડોળ ઉભું કર્યું હતું અને ૧૯૯૯ના છેલ્લા મહિનામાં શેરની કીમત બમણી થઈ ગઈ હતી. ડોટ કોમ બબલમાં (૨૦૦૦-૨૦૦૧ માં) ૩ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ શેરની કિંમત $૧૧૮.૭૫ સુધી પહોચી ગઈ હતી. જે ૨૬ સપ્ટેબર ૨૦૦૧ના રોજ સૌથી નીચી કિંમત $૮.૧૧ થઈ ગઈ હતી .

૧૪ માર્ચ ૨૦૧૨ના રોજ ૧૦ પેટન્ટ ભંગનો ફેસબુક વિરુદ્ધ કેસ કર્યો હતો.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "2010 Form 10-K, Yahoo! Inc". Google. ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૧૧.
  2. Swisher, Kara (૫ માર્ચ ૨૦૧૨). "Yahoo's New CEO Preps Major Restructuring, Including Significant Layoffs". All Things D. Dow Jones & Company Inc. મેળવેલ ૨ જુલાઈ ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)
  3. "Yahoo.com Site Overview". Alexa.com. Alexa Internet. મૂળ માંથી 2019-01-07 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૬.