યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન

વિકિપીડિયામાંથી

યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (યુનિડો) એ સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ એજન્સી છે, જે ગરીબી ઘટાડવા, વ્યાપક વૈશ્વિકીકરણ અને પર્યાવરણીય સાતત્યતા માટે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપે છે.

યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ફ્રેન્ચ/સ્પેનિશ સંક્ષિપ્ત શબ્દ: ONUDI), યુનાઇટેડ નેશન્સ સંગઠનમાંમાં વિશિષ્ટ એજન્સી છે, જેનું વડુ મુખ્ય મથક ઓસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં આવેલું છે. આ એજન્સી વિકાસશીલ દેશો અને અન્ય દેશોને તેમના ઔદ્યોગિકરણના પ્રયત્નોમાં અર્થતંત્રમાં પરિવર્તન લાવી તેને વેગવાન બનાવવામાં સહાય કરે છે. તેની સ્થાપના ૧૯૬૬માં કરવામાં આવી હતી અને ૧૯૮૫ માં તે સંયુક્ત રાષ્ટ્રોની વિશિષ્ટ એજન્સી બની હતી. એક વિશિષ્ટ એજન્સી તરીકે યુએનઆઈડીઓ એક સંચાલક સંસ્થા છે (હવે ૧૭૨ સભ્ય રાજ્યોની બનેલી છે), તેમાં તેના પોતાના વિભિન્ન કાયદાઓ છે અને સંયુક્ત રાષ્ટ્રોની અન્ય પેટા સંસ્થાઓ તથા વિશિષ્ટ એજન્સીઓથી અલગ રીતે આ સંસ્થા પોતાનું આગવું બજેટ ધરાવે છે. યુનિડો એ યુએન સિસ્ટમમાં ઉત્પાદન દ્વારા સંપત્તિ અને ગરીબી નિવારણની રચનાને પ્રોત્સાહન આપતું એકમાત્ર સંગઠન છે. વૈશ્વિક ફોરમ તરીકે, યુનિડો ઔદ્યોગિક બાબતો સંબંધિત જ્ઞાન પેદા કરી તેનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરે છે. તે ઉપરાંત સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રો, નાગરિક સમાજ સંગઠનો અને સામાન્ય રીતે નીતિ-નિર્માણ સમુદાયમાં સહકાર વધારવા, સંવાદને સ્થાપિત કરવા અને ભાગીદારી વિકસાવવા માટે વિવિધ કાર્યકર્તાઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]