યોહાન

વિકિપીડિયામાંથી

યોહાન બાઇબલમાં આવતું એક મહત્વનું પાત્ર છે. યોહાનનો ઉલ્લેખ બાઇબલનાં નવા કરારમાં છે. યોહાન ઇસુનો દુરનો ભાઈ હતો. યોહાનના પિતાનું નામ "ઝ્ખાર્યા" હતું અને તેમની માતાનું નામ "એલીસાબેથ" હતું. જે ઇસુની માતા મરીયમની બહેન હતી. જ્યારે યોહાનની માતા એલીસાબેથે ઇસુનાં જન્મ વિષે સાંભળ્યું હતું ત્યારે યોહાન પેટમાં હતો અને તે ખુશીથી ઝુમી ઉઠ્યો હતો.

ત્યાર પછી યોહાનનાં બાળપણની કોઇ વિશેષ માહીતી બાઇબલમાં મળતી નથી. પછી જ્યારે યોહાન મોટો થયો ત્યારનું તેનું વર્ણન બાઇબલ માં છે. જેમકે, "યોહાન નાં વસ્ત્રો ઊંટના વાળનાં બનાવેલા હતાં અને તે ચામડાનો કમરપટ્ટો પહેરતો હતો. તે રણનાં તીડો તથા રાની-મધ ખાતો હતો" યોહાન , મસીહનાં સંદેશક જેવો દેખાતો ન હતો, જ્યારે ગાલીલ પ્રાંતમાં મુખ્ય યાજકો (ધાર્મીક આગેવાનો) તરીકે "અન્નાસ" અને "કાયાફા" હતાં ત્યારે ઇશ્વરે યોહાનને રણમાં દર્શન આપ્યા અને ઇશ્વરીય જ્ઞાન આપી લોકો ને ઉપદેશ આપવા કીધું. તે શહેરોમાં સંદેશો આપવા ગયો નહી તેણે તો ઇશ્વરનો પ્રચાર રણમાં કર્યો, લોકો દુરદુરથી તેનો સંદેશો સાંભળવા આવતા અને પોતાના પાપોની કબુલાત કરી બાપ્તિસ્મા લેતા. યોહાન દ્વારા ખ્રિસ્તી ધર્મમાં "બાપ્તિસ્મા" ની વિધીની શરૂઆત થઇ.