રક્તપિત
રક્તપિત, હેન્સેન્સ રોગ તરીકે પણ ઓળખાય છે (HD), એ એક લાંબાગાળાનો ચેપ છે જે માયોબેક્ટેરીયમ લેપ્રે અને માયોબેક્ટેરીયા લેપ્રોમેટોસિસ[૧] બેક્ટેરીયા દ્વારા થાય છે.[૨] શરૂઆતમાં, ચેપો કોઇ લક્ષણો વિના અને 5 થી 20 વર્ષ સુધી પ્રાથમિક રીતે આમ જ રહે છે.[૧] વિકાસ થાય તેવા લક્ષણોમાં મજ્જાતંતુ, શ્વસનમાર્ગ, ત્વચા અને આંખો દાણાદાર થવાનો સમાવેશ થાય છે.[૧] પરિણામે દુઃખાવાનો અનુભવ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને આમ વારંવાર ઇજાઓના કારણે અથવા બેધ્યાન ઘાવોના કારણે ચેપથી અવયવો ગુમાવવાનું જોખમ ઊભું થાય છે.[૩] નબળાઇ અને નબળી દ્રષ્ટિ જેવા પણ લક્ષણો જણાઇ શકે છે.[૩]
લોકો વચ્ચે રક્તપિત ફેલાય છે. એવું માનવામાં આવે છે કે ઉધરસ મારફતે અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના નાકના પ્રવાહી સાથે સંપર્કમાં આવવાથી તે થાય છે.[૪] ગરીબાઇમાં જીવતા લોકોમાં ખુબ સામાન્ય રીતે રક્તપિત થાય છે અને શ્વસનમાર્ગના ટીપાં મારફતે ફેલાય છે તેવું માનવામાં આવે છે.[૩] પ્રચલિત માન્યતાથી વિપરીત, તે ખુબ ચેપી નથી.[૩] આ બે મુખ્ય પ્રકારના બેક્ટેરીયાની સંખ્યાની હાજરી પર રોગ આધારીત છેઃ પૌસીબેસીલરી અને મલ્ટીબેસીલરી.[૩] નબળાં રંગસુત્રો, સંવેદનશૂન્ય ત્વચા ઘાવની હાજરી, સાથે પાંચ અથવા ઓછાં પૌસીબેસીલરી અને પાંચ અથવા વધુ મલ્ટીબેસીલરીની સંખ્યા વડે બે પ્રકારોને અલગ કરવામાં આવે છે.[૩] ત્વચાની બાયોપ્સીમાં એસિડ-ફાસ્ટ બેસીલી ની તપાસ દ્વારા અથવા પોલીમર્સ ચેઇન રીએક્શનનો ઉપયોગ કરી DNA તપાસ દ્વારા નિદાનની પુષ્ટિ થાય છે.[૩]
મલ્ટીડ્રગ થેરાપી (MDT) તરીકે જાણીતી સારવાર સાથે રક્તપિતની સારવાર થઇ શકે છે.[૧] ડેપસોન અને રીફામ્પાઇસીન દવાઓ વડે છ મહિના સુધી પૌસીબેસીલરી રક્તપિતની સારવાર થાય છે.[૩] મલ્ટીબેસીલરી રક્તપિતની સારવારમાં રીફામ્પાઇસીન, ડેપાસોન, અને ક્લોફાઝીમાઇનનો ૧૨ મહિના માટે સમાવેશ થાય છે.[૩] વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ સારવારો વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.[૧] સંખ્યાબંધ અન્ય એન્ટિબાયોટીક્સનો પણ ઉપયોગ થઇ શકે છે.[૩] ૧૯૮૦માં આશરે ૫.૨ કરોડની સરખામણીએ, ૨૦૧૨માં વૈશ્વિક સ્તરે, રક્તપિતના ગંભીર કેસોની સંખ્યા ૧,૮૯,૦૦૦ હતી.[૧][૫][૬] નવાં કેસોની સંખ્યા ૨,૩૦,૦૦૦ હતી.[૧] ભારતમાં અડધાંથી વધુ સાથે, ૧૬ દેશોમાં નવાં કેસો થયાં છે.[૧][૩] છેલ્લાં ૨૦ વર્ષમાં, વિશ્વસ્તરે ૧.૬ કરોડ લોકોની રક્તપિત માટે સારવાર થઇ છે.[૧] યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિ વર્ષ આશરે ૨૦૦ કેસો નોંધાયા છે.[૭]
રક્તપિતે હજારો વર્ષો સુધી માનવજાતને પ્રભાવિત કરી છે.[૩] રોગનું નામ લેટિન શબ્દ લેપ્રા પરથી પડયું છે, જેનો અર્થ છે “પોપડી”, જ્યારે ”હેન્સેન્સ રોગ” નામ ગેરહાર્ડ આર્મર હેન્સેન પરથી પડ્યું.[૩] અલગ વસોહતોમાં પીડિત લોકોને મૂકવાનું ભારત,[૮] ચીન,[૯] અને આફ્રિકા જેવા સ્થળોમાં હજુ ચાલુ છે.[૧૦] જોકે, રક્તપિત ખુબ ચેપી ન હોવાથી મોટાભાગની વસાહતો બંધ કરવામાં આવી છે.[૧૦] ઇતિહાસમાં મુખ્યત્વે સામાજિક લાંછન રક્તપિત સાથે જોડાયેલ છે, જે સ્વ-જાણકારી અને વહેલી સારવાર માટે સતત અડચણરૂપ બને છે.[૧] લેપર શબ્દને અમુક આક્રમક માને છે, “રક્તપિતથી અસરગ્રસ્ત વ્યક્તિઓ” શબ્દસમૂહ પસંદ કરે છે. [૧૧] રક્તપિતથી અસરગ્રસ્ત પ્રત્યે જાગૃતિ લાવવા માટે ૧૯૫૪થી ૩૦ જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત દિવસની શરૂઆત થઇ છે.[૧૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ "Leprosy Fact sheet N°101". World Health Organization. જાન્યુઆરી ૨૦૧૪.
- ↑ "New Leprosy Bacterium: Scientists Use Genetic Fingerprint To Nail 'Killing Organism'". ScienceDaily. ૨૮ નવેમ્બર ૨૦૦૮. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૧૦.
- ↑ ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ ૩.૧૦ ૩.૧૧ ૩.૧૨ Suzuki K, Akama T, Kawashima A, Yoshihara A, Yotsu RR, Ishii N (ફેબ્રુઆરી ૨૦૧૨). "Current status of leprosy: epidemiology, basic science and clinical perspectives". The Journal of dermatology. 39 (2): ૧૨૧–૯. doi:10.1111/j.1346-8138.2011.01370.x. PMID 21973237.CS1 maint: multiple names: authors list (link)
- ↑ "Hansen's Disease (Leprosy) Transmission". cdc.gov. ૨૯ એપ્રિલ ૨૦૧૩. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫.
- ↑ "Global leprosy situation, 2012". Wkly. Epidemiol. Rec. 87 (34): ૩૧૭–૨૮. ઓગસ્ટ ૨૦૧૨. PMID 22919737.
- ↑ Rodrigues LC, Lockwood DNj (જૂન ૨૦૧૧). "Leprosy now: epidemiology, progress, challenges, and research gaps". The Lancet infectious diseases. 11 (6): ૪૬૪–૭૦. doi:10.1016/S1473-3099(11)70006-8. PMID 21616456.
- ↑ "Hansen's Disease Data & Statistics". Health Resources and Services Administration. મેળવેલ ૧૨ જાન્યુઆરી ૨૦૧૫.
- ↑ Walsh F (૩૧ માર્ચ ૨૦૦૭). "The hidden suffering of India's lepers". BBC News.
- ↑ Lyn TE (૧૩ સપ્ટેમ્બર ૨૦૦૬). "Ignorance breeds leper colonies in China". Independat News & Media. મૂળ માંથી 2010-04-08 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જાન્યુઆરી ૨૦૧૦.
- ↑ ૧૦.૦ ૧૦.૧ Byrne, Joseph P. (૨૦૦૮). Encyclopedia of pestilence, pandemics, and plagues. Westport, Conn.[u.a.]: Greenwood Press. પૃષ્ઠ ૩૫૧. ISBN 9780313341021.
- ↑ editors, Enrico Nunzi, Cesare Massone, (૨૦૧૨). Leprosy a practical guide. Milan: Springer. પૃષ્ઠ ૩૨૬. ISBN 9788847023765.CS1 maint: extra punctuation (link) CS1 maint: extra text: authors list (link)
- ↑ McMenamin, Dorothy (૨૦૧૧). Leprosy and stigma in the South Pacific : a region-by-region history with first person accounts. Jefferson, N.C.: McFarland. પૃષ્ઠ ૧૭. ISBN 9780786463237.