લખાણ પર જાઓ

રતિલાલ રૂપાવાળા

વિકિપીડિયામાંથી

રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા, ‘અનિલ’, ‘સાંદીપનિ’, ‘ટચાક’, ‘કલ્કિ’ (૧૯૧૯) : ગઝલકાર, ચરિત્રકાર. જન્મ સુરતમાં. પ્રાથમિક બે ધોરણ સુધીનો અભ્યાસ. ૮ થી ૧૪ વર્ષની વય સુધી જરી વણકર. ૧૯૪૪ સુધી પારવરલૂમ્સ વણકર. ૧૯૫૫ થી ૧૯૬૦ સુધી ‘પ્યારા બાપુ’ માસિકનું સંપાદન. ૧૯૬૧માં સુરતના હરિહર પુસ્તકાલયમાં પુસ્તક પ્રકાશન અધિકારી. ૧૯૬૨-૬૩માં ‘લોકવાણી’ દૈનિક, દૈનિક સુરતમાં સહતંત્રી. ૧૯૬૪ થી ૧૯૭૭ સુધી ‘ગુજરાત મિત્ર’ દૈનિક, સુરતમાં સહતંત્રી. ૧૯૬૫ થી ૧૯૮૨ સુધી ‘ગુજરાત સમાચાર’, સુરતમાં ઉપતંત્રી. ૧૯૮૩માં ‘ગુજરાત કેસરી’, સુરતમાં સહતંત્રી. ‘કંકાવટી’નું સંપાદન.

ગઝલનો મિજાજ પ્રગટાવતી કેટલીક રચનાઓ એમના ‘ડમરો અને તુલસી’ (૧૯૫૫) ગઝલસંગ્રહમાં મળી છે. ‘મસ્તીની પળોમાં’ (૧૯૫૬) મુખ્યત્વે રૂબાઈસંગ્રહ છે. એમાં વિચાર અને અભિવ્યક્તિની ચારુતા છે. ‘આવા હતા બાપુ’- ભા. ૧-૨-૩ (૧૯૫૭) અને ‘ઇન્દિરા ગાંધી’ (૧૯૬૮) એમનાં જીવનચરિત્રો છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય