લખાણ પર જાઓ

રમા મેહતા

વિકિપીડિયામાંથી
રમા મેહતા
જન્મ૧૯૨૩
મૃત્યુ૧૯૭૮
નોંધપાત્ર પુરસ્કારોમરણોપરાંત સાહિત્ય અકાદમી પુરસ્કાર (અંગ્રેજી)

રમા મહેતા (૧૯૨૩-૧૯૭૮) એક ભારતીય સમાજશાસ્ત્રી અને લેખક હતા, જેમની નવલકથા ઇનસાઇડ ધ હવેલી (૧૯૭૭)ને ૧૯૭૯ના વર્ષમાં અંગ્રેજી ભાષા માટે મરણોત્તર સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૧]

આ નવલકથામાં મધ્યમ અને ઉચ્ચ વર્ગની મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતી પરંપરા અને આધુનિક જીવન વચ્ચેના સંઘર્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેમાં કોઈ શંકા નથી કે લેખકના પોતાના અનુભવને પ્રતિબિંબિત કરે છે.[૨][૩] તેમની અગાઉની કૃતિઓમાં રામુ, અ સ્ટોરી ઓફ ઇન્ડિયા (૧૯૬૬) અને ધ લાઇફ ઓફ કેશો (૧૯૬૯)નો સમાવેશ થાય છે. બંને નવલકથાઓ છોકરાઓના માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે.[૪]

રમા મહેતાનો વિવેચનાત્મક નિબંધ ધ વેસ્ટર્ન એજ્યુકેટેડ હિન્દુ વુમન (૧૯૭૦) આઝાદીના સમયે તેમની વીસીની ઉંમરની સારી રીતે અંગ્રેજી બોલી શકતી શિક્ષિત મહિલાઓ અને અંગ્રેજી ન જાણતી તેમની માતાઓ કે જેઓ ધર્મનિષ્ઠ હિન્દુ પરંપરાઓ જાળવવા માટેનું વલણ ધરાવે છે વચ્ચેના તફાવતનું વર્ણન કરે છે. [૫] તેમની ધ હિન્દુ ડિવોર્સ્ડ વુમન (૧૯૭૫) સ્ત્રીની છૂટાછેડાની સ્વીકૃતિના ગેરફાયદાઓ બહાર લાવે છે.[૬]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "અકાદમી પુરસ્કાર (૧૯૫૫-૨૦૧૬)". સાહિત્ય અકાદમી. ૧ ઓગસ્ટ ૨૦૧૭. મૂળ માંથી 2016-09-15 પર સંગ્રહિત. મેળવેલ ૪ ઓગસ્ટ ૨૦૧૭.
  2. "Indian English Literature" (PDF). Shivaji University, Kolhapur. મેળવેલ 27 March 2015.
  3. Antonia Navarro-Tejero. "Modern Indian Women Writers in English". Literature Study Online. મેળવેલ 27 March 2015.
  4. Meema G. Khorana. "Break Your Silence: A Call to Asian Indian Children's Writers" (PDF). Library Trends: Winter 1993. મૂળ (PDF) માંથી 2 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 27 March 2015.
  5. Carroll, Berenice A. (1976). Liberating Women's History: Theoretical and Critical Essays. University of Illinois Press. પૃષ્ઠ 196–. ISBN 978-0-252-00569-5.
  6. Menski, Werner (16 December 2013). Modern Indian Family Law. Routledge. પૃષ્ઠ 69–. ISBN 978-1-136-83985-6.