રાગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જન મન રંજન કરવાવાળી, આરોહ-અવરોહ તથા વાદી-સંવાદીયુક્ત શ્રવણ મધુર અને શાસ્ત્રોનુંસાર સ્વરરચનાને રાગ કહે છે. રંજયતિ ઈતિ રાગ અર્થાત્ રાગ રંજક હોવો જોઈએ.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં રાગનું ઘણું જ મહત્વ પૌરાણિક સમયથી જ રહેલું જોવા મળે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અનેક પ્રકારના રાગ જોવા મળે છે. જુદા જૂદા સમયે જુદા જુદા રાગને વાદ્ય દ્વારા વગાડીને અથવા ગાયને રજુ કરવામાં આવે છે.