રાત્રિ સ્ખલન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

નિંદ્રા સમયે માણસોના સંદર્ભમાં થતું વીર્ય સ્ખલન (ejaculation) અને સ્ત્રીઓ ના સંદર્ભમાં થતાં યૌન સ્ત્રાવ (vaginal lubrication )ને રાત્રિ સ્ખલન કહે છે. આને સ્વપ્ન દોષ પણ કહે છે. અંગ્રેજીમાં આને વેટ ડ્રીમ અર્થાત ભીનું સ્વપ્ન પણ કહે છે. આને એક પ્રકરનું આકસ્મિક આકસ્મિક રતિક્ષણ (spontaneous orgasm) પણ કહે છે. આને સ્વપ્ન દોષ કહે છે પણ આધુનિક વૈજ્ઞાનિક મતાનુસાર આમાં દોષ જેવું કશું નથી.

રાત્રિ સ્ખલન તરુણ અવસ્થામાં યુવા વયની શરુઆતી કાળમાં વધુ પ્રમાણમાં અનુભવ કરાય છે. જો કે પ્રજનન ક્ષમતા (puberty) પામ્યા પછીના કોઈ પણ સમયે રાત્રિ સ્ખલનનો અનુભવ થઈ શકે છે. આ સ્ખલન ઈંદ્રીય કડક (erection) થઈને કે થયા વગર પણ થઈ શકે છે. આવા સ્ખલન દરમ્યાન ઊંઘ ઊડી જણ પણ થઈ શકે છે અથવા તો જાણ બહાર નિંદ્રામાં જ પણ થઈ શકે છે. રાત્રિ સ્ખલન સામાન્ય રીતે માણસો દ્વારા અનુભવાય એમ મનાય છે પણ સ્ત્રીઓ દ્વારા પણ તે અનુભવી શકાતો હોય છે. [૧]

પુનરાવૃત્તિ[ફેરફાર કરો]

રાત્રિ સ્ખલનની પુનરાવૃત્તિ એ માણસ અનુસાર ઘણા કરણો ને લીધે બદલાતી રહે છે. અમુક માણસો તેમની તરુણા વસ્થા દરમ્યાન ખૂબ વધારે રાત્રિ સ્ખલન અનુભવે છે જ્યારે અમુક ને તેનો અનુભવ સુદ્ધા થતો નથી. એક સર્વેક્ષણ અનુસાર ૮૩% તકા અમેરિકન પુરુષો જીવનામાં એક યા બીજા તબક્કે રાત્રિ સ્ખલન નો અનુભવ કરે છે.[૨] એક અભ્યાસ અનુસાર કુંવારા ૧૫ વર્ષ સુધીના લોકોમાં રાત્રિ સ્ખલનનો અનુભવનો દર ૦.૩૬ વખત પ્રતિ અઠવાડિયે જેટલો હતો જ્યારે ૪૦ વર્ષસુધીના કુંવારાઓમાં આ દર ૦.૧૮ વખત પ્રતિ અઠવાડિયે જેટલો હતો. પરણેલા ૧૯ વર્ષના પુરુષોનો આ દર ૦.૨૩ થે લઈને ૫૦ વર્ષના પરિણિત લોકોમાં આ દર ૦.૧૫ જેટલો હતો.[૩] વિશ્વના અમુક ભાગોમાં રાત્રિ સ્ખલન બહુ જ સામાન્ય છે. ઈંડોનેશિયાના સર્વેક્ષણ પ્રથી જણાયું હતું કે ૯૭% પુરુષોએ ૨૪ વર્ષની ઉંમર સુધીમાં રાત્રિ સ્ખલનનો અનુભવ કરી લીધો હતો.[૪]


અમુક માણસોમાં આ સ્વપ્નો અમુક ઊઁમર દરમ્યાન આવે છે જ્યારે અમુક માણસોને આવા સ્વપ્નો પ્રજનન ક્ષમતા પ્રાપ્તિ પછી પૂર્ણ જીવન દરમ્યાન સ્વપ્નો આવે છે. રાત્રિય સ્ખલનની પુનરાવૃત્તિને સીધી રીતે હસ્તમૈથુનની પુનરાવૃત્તિ સાથે ચોક્કસ સંબંધ હોય તેવું સાબિત કરી શકાયું નથી. અલ્ફ્રેડ કીંસી એ શોધી કાઢ્યું હતું કે હસ્ત મૈથુન અને રાત્રીય સ્ખલન કે સ્વપ્નદોષ વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે. સામાન્ય રીતે જે પુરુષોમાં રાત્રીય સ્ખલન નો દર વધુ હોય છે તેમનામાં હસ્ત મૈથુન કરવાનો દર ઓછો હોય છે. અમુક લોકો વધુ રાત્રી સ્વપ્ન અનુભવ કરવાનું માન તેમની હસ્ત મૈથુન ન કરવાને આપે છે; પણ એ પણ શક્ય છે કે તેઓ હસ્ત મૈથુન નથી કરતા કેમકે તેમને ઘણાં સ્વપ્ન દોષ થાય છે."[૫]


એક અન્ય કારક જે રાત્રિ સ્ખલન ની પુનરાવૃત્તિ પર અસર કરે છે તે છે ટેસ્ટોસ્ટેરોન આધારિત દવાઓ લે છે કે કેમ. ૧૯૯૮માં હાથ ધરાયેલ એક અભ્યાસમાં જણાયું કે છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોનનો પ્રમાણ વધારી દેતા તે છોકરાઓમાં રાત્રિ સ્ખલન અનુભવ ૧૭% થી વધી ૯૦% થઈ ગયો હતો.[૬]


પ્રજનન ક્ષમતા પ્રાપ્તિ સમયે ૧૩% પુરુષો તેમનું પ્રથમ સ્ખલન સ્વપ્ન દોષને કારણે અનુભવે છે.[૭] કિંસી એ એ પણ શિધી કાઢ્યું હતું કે હસ્તમૈથુન દ્વારા પ્રથમ સ્ખલન અનુભવ કરનારાની ઉંમર કરતાં રાત્રિ સ્ખલન દ્વારા પ્રથમ સ્ખલન કરનારાની ઉઁમર વધુ હતી. અભ્યાસમાં એ પણ જણાયું કે રાત્રિ સ્ખલન દ્વારા પ્રથમ સ્ખલન બાહ્ય ઉત્તેજના દ્વારા મેળવાતા પ્રથમ સ્ખલન નો અનુભવ ૧ વર્ષ જેટલો મોડો થતો હોય છે. અર્થાત પુરુષોમાં આ સ્ખલનની શક્તિ રાત્રિ સ્ખલનની એક વર્ષ પહેલાં જ હોય છે પણ હસ્ત મૈથુન જેવી બાહ્ય ઉત્તેજનાને અભાવે તે એક વર્ષ મોડી પડે છે..[૮]

સ્ત્રીઓમાં થતા આવા આર્દ્ર સપના વિષે આટલો ઊંડો અભ્યાસ થયો નથી.

સપના[ફેરફાર કરો]

હકીકતના સપના ના પ્રકારો માં ઘણી વિવિધતા હોય છે. આ સપના ઉત્તેજકૢ કામુકૢ સમજાતિ કામુકતા કે સમજાતિ સ્ત્રી મૈથુન (લેસ્બિયન) ના હોઈ શકે છે. અમુક લોકો આનો આનંદ ઉથાવે છે કેમકે સપનામાં દેખાતા દ્રશ્યો ની ઘટનાઓ હકીકતમાં ઘડવી અશક્ય હોય છે જ્યારે અમુક લોકો માટે તે અસમંજસ કારક અને ખલેલકારી હોય છે.[૯]

સ્પર્મેટોરિયા[ફેરફાર કરો]

૧૮મી અને ૧૯મી સદી દરમ્યાન જો કોઈ વ્યક્તિ મૈથુન સંભોગ સિવાય વીર્ય સ્ખલન (ejaculation)કરતો કે સામાન્ય સ્તર કરતાં વચુ વીર્ય સ્ખલિત કરે તો તેને સ્પરેમ્ટોરિયા કે વીર્ય નબળાઈ નામના રોગથી પીડીત મનાતો. આ રોગના ઈલાજ માટે વિવિધ દવાઓ લખી અપાતી. આ સાથે સાથે આ કાલ્પનીક રોગના ઈલાજ માટે સુન્નત (circumcision) કે ખસી (castration) પણ ઈલાજ તરીકે વપરાતી. [૧૦][૧૧] અમુક વૈકલ્પિક ચિકિત્સકો આજે પણ આ રોગ વિરુદ્ધ દવાઓ આપે છે જોકે મુખ્ય ધારાના વૈધકીય કિકિત્સામાં આ રોગને સ્થાન નથી.

ધાર્મિક દ્રષ્ટિ કોણ[ફેરફાર કરો]

રાત્રિ સ્ખલનને લાગતા ઘણાં ધાર્મિક દ્રષ્ટિકોણ છે તેમાંના અમુક આ પ્રમાણે છે

પ્રાચીન ખ્રિસ્તી દ્રષ્ટિકોણ[ફેરફાર કરો]

ઓગસ્ટાઇન નામના સંત માનતા હતાં કે હસ્તમૈથુન થી વિપરિત રાત્રિ સ્ખલન માણસની નૈતિકતા ને પ્રદૂષિત નથી કરતો કેમકે તે સ્વૈચ્છીક કર્મ નથી અને આથી તેને પાપ નગણી શકાય.[૧૨] જોકે ઓગસ્ટાઈન એમ પ્રાર્થના કરતાં કે તેમને પ્રભુ કામ વાસન ગુંદરથી બચાવે. અને પ્રભુ પાસે આવા સર્વ દૈહિક મમત્વ સામે લડવા પ્રભુ પાસે આજિજિ કરી.[૧૩]


યહૂદી અને સમારીટન દ્રષ્ટિકોણ[ફેરફાર કરો]

બાઈબલના મોઝેક કાયદા અનુસાર જો કોઈ પુરુષ રાત્રિ સ્ખલન અનુભવે તો તે ધાર્મિક વિધી માટે અપવિત્ર ગણતો. તેણે પૂર્ણ સ્નાન કરવો પડતો.


જ્યુડાઈસ્મ માં ટિક્નુન લહક્લાલી કે સામાન્ય ઉપાય તરીકે ઓળખતી દસ કડીની સ્તુતિ ગવાય છે જે આ સ્ખલનનો પશ્ચાતાપ મનાય છે. મોટા ભાગના રબ્બી માને છે કે રાત્રિ સ્ખલન નો સંબંધ દિવસ દર્મ્યાન કરેલ વિચારોને લીધે હોય છે ,અને અશ્લીલ સ્વપનાથી પીડિત લોકો માટે ડહાપણની શિખામણ પણ કરાયેલ છે.. રાત્રિ સ્ખલનના સપનાનો અભાવ એ પવિત્રતાની નિશાની મનાય છે.

ઈસ્લામિક દ્રષ્ટિકોણ[ફેરફાર કરો]

મુલ્સિમ મતાનુસાર વીર્ય સ્ખલન આત્મીક રીતે અપવિત્ર ગણાય છે પછી તે ગમે તે કારણે હોય;તે અનુસાર મુસ્લીમ કે જેણે સ્ખલન કર્યું હોય તે નમાજ ન પઢી શકે કુરાન હાથમાં ન લઈ શકે કે મસ્જીદમાં ન જઈ શકે સિવાય કે તે ઘુસલી તરીકે ઓળખાતું પૂર્ણ સ્નાન ન લઈ લે.

જો કે ઈસ્લામમાં સ્વપ્ન દોષ પોતાનામાં કોઈ પાપ નથી ગણાતો. જોકે રમ્જાન દરમ્યાન જો કોઈ વ્યક્તિ સંભોગ ૢ હસ્તમૈથુન આદિ દ્વારા વીર્ય સ્ખલન કરે તો તેનો ઉપવાસ તૂટી ગયેલો મનાય છે, જો કે રાત્રિ સ્વપ્ન પાપ કે ઉપવાસ ભંગનું કારણ હોઈ ન શકે. જો કે તે સ્થિતિમાં પણ માણસ કે સ્ત્રી દ્વારા સ્નાન કે ધાર્મિક વિધી કરવું બંધન કર્તા છે.

મધ્યયુગિન માન્યતા[ફેરફાર કરો]

મધ્ય તયુગિન પાશ્ચાત્ય તંત્ર વિદ્યા અનુસાર રાત્રિ સ્વપ્ન સકબ્સ તરીકે ઓળખતી કામુક ડાકણ ને લીધે આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 2. Kinsey, Alfred C. Sexual Behavior in the Human Male, p. 519
 3. Kinsey, Alfred C. Sexual Behavior in the Human Male, p. 275
 4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 5. Kinsey, Alfred C. Sexual Behavior in the Human Male p. 511.
 6. Finkelstein, Jordan W.; Elizabeth J. Susman, Vernon M. Chinchilli, M. Rose D’Arcangelo, Susan J. Kunselman, Jacqueline Schwab, Laurence M. Demers, Lynn S. Liben, Howard E. Kulin (1998). "Effects of Estrogen or Testosterone on Self-Reported Sexual Responses and Behaviors in Hypogonadal Adolescents". The Journal of Clinical Endocrinology & Metabolism (The Endocrine Society) 83 (No. 7). doi:10.1210/jc.83.7.2281 . http://jcem.endojournals.org/cgi/content/full/83/7/2281. Retrieved April 7, 2011. 
 7. Kinsey, Alfred C. Sexual Behavior in the Human Male p. 190
 8. Kinsey, Alfred C. Sexual Behavior in the Human Male p. 299
 9. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. William Acton. "Victorian London - Disease - Spermatorrhoea." From Prostitution, considered in its Moral, Social, and Sanitary Aspects. 2nd edition, 1870. Compiled in Lee Jackson's The Victorian Dictionary.
 12. This view is confirmed by the Protestant theologian Philip Schaff. S.23
 13. Confessions, Book X, Chapter XXX

સ્ત્રોત[ફેરફાર કરો]

Kinsey, Alfred C.; Wardell B. Pomeroy, Clyde E. Martin (1948). Sexual Behavior in the Human Male. Philadelphia: W. B. Saunders Co.  Cite uses deprecated parameter |coauthors= (help); Check date values in: 1948 (help)