લખાણ પર જાઓ

રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન

વિકિપીડિયામાંથી

અગ્નિશમન દિન અથવા રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન (અંગ્રેજી: National Fire Service Day) ભારત દેશમાં દર વર્ષની ૧૪ મી એપ્રિલના દિવસે મનાવવામાં આવે છે. ૧૪મી એપ્રિલ, ૧૯૪૪ના દિવસે મુંબઈના બંદર (ડોકયાર્ડ) ખાતે ફોર્ટ સ્ટીકેન નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી. આ જહાજમાં રૂની ગાંસડીઓ, વિસ્ફોટકો તેમ જ યુદ્ધ-સામગ્રી ભરેલ હતી, તેમાં અક્સ્માતે આગ લાગતાં અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગ હોલવવાનું કાર્ય કરતા હતા. આ દરમ્યાન જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાને કારણે ૬૬ અગ્નિશમન સેવાના કર્મચારીઓ આગની લપેટમાં આવી વીરગતિ પામ્યા હતા[]. આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમ જ આગથી બચવાના ઉપાય માટે જન-જાગૃતિ લાવવાના હેતુસર દેશભરમાં આ દિવસ મનાવવામાં આવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Explosion on Corgo ship rocks Bombay, India". History.com. મેળવેલ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)