રાહુલ બજાજ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રાહુલ બજાજ
Rahulbajaj.jpg
જન્મની વિગત૧૦ જૂન ૧૯૩૮ Edit this on Wikidata
Bengal Presidency Edit this on Wikidata
અભ્યાસનું સ્થળHarvard Business School, હાર્વર્ડ વિશ્વવિદ્યાલય, દિલ્લી વિશ્વવિદ્યાલય Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી&Nbsp;edit this on wikidata
કુટુંબShishir Bajaj Edit this on Wikidata
પુરસ્કારપદ્મભૂષણ Edit this on Wikidata

રાહુલ બજાજ એ એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ છે તથા ભારતીય સંસદના સભ્ય છે. તેઓ રાજસ્થાની વેપારી જમનાલાલ બજાજે શરૂ કરેલા ઉદ્યોગગૃહ માંથી આવે છે. 1.32 બિલિયન યુ.એસ. ડોલરની બજાજ ઓટો તેમની પ્રમુખ (ફલેગશિપ) કંપની છે. 2001માં તેમને પદ્મ ભૂષણથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમનું ચોખ્ખું મૂલ્ય 1.1 બિલિયન યુ.એસ. ડૉલર જેટલું આંકવામાં આવે છે. ફોર્બ્સની ભારતના 40 સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં તેમને વીસમું સ્થાન આપવામાં આવ્યું હતું.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

રાહુલ બજાજ યુ.એસ.એ.(USA)ની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી, ગવર્મેન્ટ લૉ કૉલેજ, મુંબઈ અને કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલના ભૂતપૂર્વ વિંદ્યાર્થી છે. તેમને શિશિર બજાજ નામે એક ભાઈ છે, જેમની સાથે હાલમાં જ તેમણે વેપારી સમજૂતી કરાર કર્યો છે. તેમને શેખર, મધુર તથા નીરજ નામના ૩ પિતરાઈ ભાઈઓ છે, જેમની સાથે મળીને તેઓ બજાજ જૂથની કંપનીઓનું નિયમન કરે છે. તે ઉપરાંત, તેમને રાજીવ અને સંજીવ નામે બે પુત્રો તથા સુનયના કેજરીવાલ નામે એક પુત્રી છે. 1965માં તેમણે બજાજ જૂથની બાગડોર હાથમાં લીધી. તેમની સમયાવધિ દરમ્યાન, પ્રમુખ (ફ્લેગશિપ) કંપની બજાજ ઓટોનું ટર્નઓવર રૂ.72 મિલિયનથી વધીને રૂ.46.16 બિલિયન સુધી પહોંચ્યું હતું. રાહુલ બજાજે લાયસન્સ-પરમીટ રાજના મુશ્કેલ સમયમાં ભારતની સર્વશ્રેષ્ઠ કંપનીઓમાંની એક કંપની ઊભી કરી હતી. અકુર્દી અને વાલુજ ખાતે તેમણે કારખાનાંઓ સ્થાપ્યાં હતાં. 1980ના દાયકામાં બજાજ ઓટો ભારતમાં ટોચની સ્કૂટર ઉત્પાદક કંપની હતી અને તેની ચેતક બ્રાન્ડ માટે નોંધણી પછી 10-વર્ષ રાહ જોવી પડતી એટલી માંગ હતી.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમના બન્ને પુત્રો, રાજીવ બજાજ તથા સંજીવ બજાજ, તેમની કંપનીઓના વ્યવસ્થાપનમાં ભાગ લે છે. તેમની પુત્રી સુનયના કેજરીવાલે, તેમાસેક ઈન્ડિયા(Temasek India)ના વડા મનીષ કેજરીવાલ સાથે લગ્ન કર્યાં છે.[૧][૨] ગયા વર્ષે, તેમણે તેમના ભાઈ શિશિર બજાજ સાથે વેપારી સમજૂતી કરાર કર્યો હતો. બજાજ જૂથની કંપનીઓના નિયમનમાં તેમના 3 પિતરાઈ ભાઈઓ, શેખર, મધુર તથા નીરજ તેમને મદદ કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય લિંક[ફેરફાર કરો]