રિકટર મેગ્નીટયુડ સ્કેલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભૂકંપની તીવ્રતા દર્શાવતો સ્કેલ એટલે રીક્ટર સ્કેલ. તેની શોધ ચાર્લ્સ એફ. રીક્ટરે ઈ.સ. ૧૯૩૫માં કરી હતી. આ સ્કેલ દસના ગુણાંકમાં મપાય છે. મતલબ કે સાત(૭)ના માપનો ભૂકંપ છ(૬) કરતા દસ ગણો વધુ શક્તિશાળી હોય છે, જયારે તેના દ્વારા મુક્ત થયેલી ઊર્જા બત્રીસ (૩૨) ગણી હોય છે. સીસ્મોગ્રાફની મદદથી ભૂકંપના સૌથી તીવ્ર મોજા દ્વારા છોડાયેલી ઊર્જા માપીને આ સ્કેલની ગણતરી કરવામાં આવે છે. રીક્ટર સ્કેલની મદદથી ભૂકંપ દ્વારા થયેલું નુકસાન જાણી શકાતું નથી. હકીકતમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા મર્કાલી સ્કેલ વપરાય છે. તેમાં નજરે જોનાર વ્યક્તિનો અનુભવ અને જાન-માલ ને થયેલું નુકસાન ગણતરીમાં લેવામાં આવે છે.