લખાણ પર જાઓ

રીવર રાફ્ટિંગ

વિકિપીડિયામાંથી

કેમ્પિંગ તેમ જ ટ્રેકિંગની જેમ જ રાફ્ટિંગ પણ એક સાહસ, રોમાંચ તેમ જ જોખમથી ભરપૂર ગતિવિધિ છે. પહાડીઓમાંથી પસાર થતી નદીનો પ્રવાહ ઢોળાવ અને પથ્થરોને કારણે તોફાની અને ઝડપી બને છે. આ પ્રવાહની ઊંચી-નીચી લહેરો પર નાનકડી નાવમાં જોખમ ખેડીને પસાર કરવાની અનોખા રોમાંચક પ્રવાસને રીવર રાફ્ટિંગ કહેવાય છે. મનોરંજનની સાથે સાથે રીવર રાફ્ટિંગ કરનાર વ્ચક્તિને સાહસિક, જાંબાઝ તેમ જ હિંમતવાન બનવાની તાલીમ પણ સાંપડે છે. આ ઉપરાંત રીવર રાફ્ટિંગમાં ૪, ૬ કે ૮ વ્યક્તિઓની ટુકડી બનાવવામાં આવે છે, જેને કારણે એમાં ભાગ લેનાર વ્યક્તિઓમાં પરસ્પર સહકારની ભાવના પણ ખીલે છે. મોટી-મોટી અને ઊંચી-નીચી તોફાની લહેરો અસાધારણ વેગથી વહેતી હોય, ત્ચારે એમાંથી પસાર થતી નાનકડી નાવ અવારનવાર હાલકડોલક થતી હોય, ત્યારે એમાં સાહસ ખેડતા વ્યક્તિ કુદરતની તાકાતનો જોરદાર અનુભવ મેળવી બાકીના જગતને ક્ષણિક વિસરી જાય છે. પર્યટક માત્ર આ તોફાનને ખાળવાનો પ્રયત્ન કરતાં પોતાનો પ્રવાસ પૂરો કરે છે. અંતે પ્રવાસ પૂર્ણ થતાં જ પોતાની જીતનો એવો આનંદ અનુભવે છે, કે જેને શબ્દોમાં આલેખવો અસંભવ છે.