રેખા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વક્ર ધરાવતી રેખા

રેખા એ એક બિંદુથી બીજા બિંદુ સુધીનો માર્ગ છે. રેખાને લંબાઇ હોય છે પરતું પહોળાઇ હોતી નથી. રેખા એ ભૂમિતિની આકૃતિ છે.

રેખાએ અનંત સંખ્યાના બિંદુઓથી બનેલી હોય છે.

રેખાખંડો[ફેરફાર કરો]

રેખાખંડ એ રેખાનો ભાગ છે. સીધી રેખાના રેખાખંડનું ઉદાહરણ નીચે આપેલું છે:

સીધી અને વક્ર રેખાઓ[ફેરફાર કરો]

રેખા સીધી અથવા વક્ર હોઇ શકે છે. રેખાનો ઉલ્લેખ સામાન્ય રીતે સીધી રેખા માટે જ કરવામાં આવે છે. બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકુ અંતર સીધી રેખા હોય છે. સીધી રેખા એ એવી રેખા છે કે જેનાં બિંદુઓની દિશા બદલાતી નથી.

વક્ર રેખા ઘણી વખત વક્ર કહેવાય છે. વર્તુળનો ભાગ એ સીધો હોતો નથી અને એ વક્રનું ઉદાહરણ છે.

રેખાઓનું નામકરણ[ફેરફાર કરો]

રેખાઓનું નામકરણ તેનાં બે બિંદુઓ પરથી થાય છે. દાખલા તરીકે, જો રેખાનું એક બિંદુ "A" અને બીજું બિંદુ "B" સુધી હોય તો, રેખા "AB" અથવા "BA" તરીકે ઓળખાય છે.

કેટલીક વખત રેખાઓ માત્ર એક જ બિંદુ પરથી ઓળખાય છે; દાખલા તરીકે, રેખા A.

બે રેખાઓ[ફેરફાર કરો]

બે રેખાઓ નીચે પ્રમાણે હોઇ શકે છે:

  • સમાંતર: બે રેખાઓ સમાન સમતલમાં હોય અને ક્યારેય એકબીજાંને અડતી નથી.
  • બે રેખાઓ એકબીજાંને એક બિંદુ પર મળે છે.
  • બે રેખાઓ સમાન બિંદુમાંથી શરુ થાય છે.
  • બે રેખાઓ કાટખૂણે એકબીજાંને મળે છે.
  • બે રેખાઓ જે સમાંતર નથી અને એકબીજાંને ક્યારેય મળતી નથી.

સંબંધિત પાનાંઓ[ફેરફાર કરો]