લક્ષ્મી ગૌતમ (પ્રાધ્યાપિકા)
લક્ષ્મી ગૌતમ | |
---|---|
જન્મની વિગત | ૧૯૬૩ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | વૃંદાવનના દેવદૂત (એંજલ ઑફ વૃંદાવન) |
શિક્ષણ | આગ્રા વિશ્વવિદ્યાલય |
વ્યવસાય | પ્રાધ્યાપિકા |
નોકરી આપનાર | ઇન્સ્ટીટ્યુટ ઑફ ઓરિયેન્ટલ ફીલોસોફી, વૃંદાવન |
લક્ષ્મી ગૌતમ (જન્મ ૧૯૬૩) એક ભારતીય શિક્ષિકા છે જે ત્યજી દેવાયેલી વિધવાઓની સંભાળ માટે પોતાનો સમય ફાળવે છે. તેમને "વૃંદાવનના દેવદૂત" તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૫માં તેમને તેમના કામના સન્માનમાં નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ વૃંદાવનમાં ઇન્સ્ટીટ્યુટ ઑફ ઓરિયેન્ટલ ફીલોસોફી નામની સંસ્થામાં ભણાવે છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ લગભગ ૧૯૬૩માં વૃંદાવનમાં થયો હતો.[૧] તેમણે આગ્રા યુનિવર્સિટીમાં હિંદી અને ઇતિહાસનો અભ્યાસ કર્યો અને ડોક્ટરેટની પદવી મેળવી. ત્યાર બાદ તેઓ વૃંદાવનની ઇન્સ્ટીટ્યુટ ઑફ ઓરિયેન્ટલ ફીલોસોફી નામની સંસ્થામાં સહાયક પ્રોફેસર બન્યા.[૧]
નાની ઉંમરે જ તેઓ સમજવા લાગ્યા હતા કે મુંડાયેલા માથાવાળી સફેદ રંગના વસ્ત્રો ધારણ કરનાર સ્ત્રીઓ વિધવા હોય છે. બાળ કન્યાઓ મહિલાઓ બને તે પહેલા વિધવા બની શકે છે અને પછી બાકીનું જીવન વિધવાઓ તરીકે વિતાવે છે જેમાં સન્માનનો અભાવ હોય છે અને તેમણે તેમને કોઈ ખવડાવે કે તેમની સંભાળ રાખે તેવી અપેક્ષા રાખવાની નથી હોતી.[૧] ૧૯૯૫માં તે ડેપ્યુટી મેયર હતા.[૨]
તેમણે વિધવાઓની દુર્દશા વિશે કંઇક કરવાનું નક્કી કર્યું અને તેમણે ૨૦૧૩ માં એક બિનસરકારી સમાજસેવી સંસ્થાની સ્થાપના કરી.[૩] વિધવાઓ અવારનવાર ધનરહિત અવસ્થામાં મૃત્યુ પામે છે અને ઘણી યુવાન વિધવાઓ જીવવા માટે વેશ્યાવૃત્તિ અપનાવે છે.[૨]
તેમની સંસ્થા ત્યજી દેવાયેલી વિધવાઓના શબ શોધે છે.[૪] તેમના મૃતદેહ પ્રાણીઓ ખાઈ શકે છે, પરંતુ તેઓ મૃતદેહોની ભાળ મેળવી તેમને આદરપૂર્વક અંતિમ સંસ્કાર અપાવે છે. તેઓ માત્ર મૃતકોની જ કાળજી લેતા નથી, પરંતુ તેમણે સ્થાપેલી સંસ્થા ત્યજી દેવાયેલી વિધવાઓની પણ સંભાળ રાખે છે. તેમની સંસ્થામાં પાંત્રીસ વિધવાઓ રહે છે. તેમની સંસ્થા જાતીય શોષણનો ભોગ બનેલા લોકોને કાયદાકીય અને માનસિક સહાય પણ આપી છે.[૨]
૨૦૧૫ માં જ્યારે તેમને નારી શક્તિ પુરસ્કાર પુરસ્કાર મળ્યો ત્યારે તેમના કાર્યને પ્રસિદ્ધિ મળી. તેમના પ્રશસ્તિપત્રમાં નોંધાયું હતું કે તેમણે દિવસો સુધી સડેલા મૃતદેહોને મેળવ્યા અને તેમણે ૫૦૦ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કર્યો હતો. જો કે આ પુરસ્કાર મૃત અને જીવંત વિધવાઓની સંભાળ રાખવાના કાર્ય માટે હતો, તેમણે પિડીત વિધવાઓ માટે ખોરાક, પીણા અને ધાબળાઓની વ્યવસ્થા પણ કરી હતી.[૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Committed to the welfare of Vrindavan widows". Hindustan Times (અંગ્રેજીમાં). 2018-05-17. મેળવેલ 2020-07-01.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Codingest (2018-06-06). "Dr. Lakshmi Gautam helps sadhvi escape an endless cycle of abuse". Vrindavan Today (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-01.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Dr. Laxmi Gautam | WEF | Women Economic Forum". WEF (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-01.
- ↑ Madhukalya, Amrita (2015-03-09). "Angel of Vrindavan: Dr Laxmi Gautam gets Nari Shakti Puraskar for her dedication to widows' welfare". DNA India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-01.
- ↑ "India's Ministry of Women, children and development". Twitter (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-01.