લાલી (લિપસ્ટિક)
Appearance
લાલી અથવા લિપસ્ટિક (હિંદી:रंजनशलाका) એ એક સૌંદર્ય પ્રસાધન છે. જેનો પ્રયોગ હોઠોને રંગવા માટે અને હોઠોના દેખાવને સુધારવા માટે તથા તેમાં નિખાર લાવવા માટે કરવામાં આવે છે. કોઇપણ સામાન્ય લાલીના મુખ્ય ઘટકો રંગદ્રવ્ય, તેલ, મીણ અને સ્નિગ્ઘકારક હોય છે. લાલીની ઘણી જાતની હોય છે. શ્રૃંગાર માટેના અધિકાંશ અન્ય પ્રકારોના સમાન લાલીનો પ્રયોગ પણ સામાન્ય રીતે મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. સામાન્ય રીતે લાલીનો પ્રયોગ કિશોરાવસ્થામાં અથવા આધેડવય પછી કરવામાં આવતો નથી.