લખાણ પર જાઓ

લાહોર ષડ્‌યંત્ર કેસ

વિકિપીડિયામાંથી

૧૯૧૫ લાહોર ષડ્‌યંત્ર કેસ સુનાવણી અથવા પ્રથમ લાહોર ષડ્‌યંત્ર કેસ એ લાહોર (તે સમયે બ્રિટિશ ભારતના અવિભાજિત પંજાબનો ભાગ) અને સંયુક્ત પ્રાંત (યુનાઈટેડ પ્રોવિનન્સ)માં ૨૬ એપ્રિલથી ૧૩ સપ્ટેમ્બર ૧૯૧૫ દરમિયાન ગદરના નિષ્ફળ કાવતરા બાદ થયેલી શ્રેણીબદ્ધ ખટલાઓની હારમાળા હતી. કુલ નવ કેસ હતા. આ સુનાવણી સંરક્ષણ અધિનિયમ ૧૯૧૫ (ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯૧૫) હેઠળ રચાયેલી વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.[] [] []

કુલ ૨૯૧ દોષિત કાવતરાખોરોમાંથી, ૪૨ને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, ૧૧૪ને આજીવન કેદની સજા અને ૯૩ને વિવિધ શરતોની કેદની સજા ફટકારવામાં આવી હતી. સુનાવણીમાં ૪૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ૧૫૨ વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કાવતરાનો પર્દાફાશ થવાથી સંયુક્ત પ્રાંતમાં હિંદુ જર્મન કાવતરા કેસની સુનાવણીની શરૂઆત પણ જોવા મળી હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Gill, M. S. (2007). Trials that Changed History: From Socrates to Saddam Hussein (અંગ્રેજીમાં). New Delhi: Sarup & Sons. પૃષ્ઠ 92–99. ISBN 978-81-7625-797-8.
  2. Sohi, Seema (2014). Echoes of Mutiny: Race, Surveillance, and Indian Anticolonialism in North America (અંગ્રેજીમાં). Oxford University Press. પૃષ્ઠ 182. ISBN 978-0-19-937624-7.
  3. Sahni, Binda (1 May 2012). "Effects of Emergency Law in India 1915-1931" (PDF). Studies on Asia (અંગ્રેજીમાં). Rochester, NY. મૂળ (PDF) માંથી 15 જુલાઈ 2020 પર સંગ્રહિત. મેળવેલ 21 ઑગસ્ટ 2022. Check date values in: |access-date= and |archive-date= (મદદ)

પૂરક વાંચન

[ફેરફાર કરો]