વનસ્પતિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
છોડના ભાગો

વનસ્પતિ એટલે ખાસ કરીને વન વિસ્તારમાં ઊગતા હોય તેવા વેલા, વૃક્ષો, ઝાડ, પાન, ફળ, ફૂલ, છોડ વગેરેને વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જંગલમાં મુખ્યત્વે અનેક પ્રકારની ઔષધિઓ થતી હોવાથી આ ઔષધિઓને ઔષધિય વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વનસ્પતિઓના અનેક પ્રકાર છે અને તેના વિવિધ ઉપયોગ થાય છે. ભારતમાં પ્રાચીન સમયમાં વનસ્પતિઓ અંગે ઘણું સંશોધન થયું છે અને આ સંશોધનની વિદ્યાને વનસ્પતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વનસ્પતિનું ઘણું જ મહત્વ વર્ણવવામાં આવ્યું છે.

વનસ્પતિના પ્રકાર[ફેરફાર કરો]

સામાન્ય રીતે વનસ્પતિના અનેક પ્રકારો છે જેમાં ઔષધિય વનસ્પતિ મુખ્ય છે. દરિયામાં તળિયે ઊગતા છોડ વગેરેને દરિયાઈ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત, ઝાડપાન, છોડ, ફૂલ, વેલા, વેલી, કઠોળ, ફળ, છાયાવાળા વૃક્ષ, દેવદાર, ઘટાદાર વૃક્ષ, પાઇન, ઘાસ, ચરિયાણ, ગૌચરનું ઘાસ, શંકુ આકારના વૃક્ષો, તરુવર, શાખા, ઉપશાખા, મૂળીયા, વડવાઈ સહિત અનેક પ્રકારો છે. ભારતીય શાસ્ત્રોમાં અઢારભાર વનસ્પતિનું વર્ણન કરવામાં આવ્યું છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "વનસ્પતિ પ્રકાર". Gujaratilexicon.com. Retrieved 2019-04-16. CS1 maint: discouraged parameter (link)