વર્ડપ્રેસ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
વર્ડપ્રેસ
WordPress logo.svg
સોફ્ટવેર ડેવલોપર વર્ડપ્રેસ ફાઉન્ડેશન
પ્રારંભિક વિમોચન ૨૭ મે, ૨૦૦૩
સ્થિર પ્રકાશન ૩.૫.૧ / ૨૪ જાન્યુઆરી[૧]
પૂર્વદર્શન માટેનું પ્રકાશન ૩.૫. રિલીઝ ઉમેદવાર ૩ / ૧૩ નવેમ્બર, ૨૦૧૨[૨]
વિકાસકાર્યની સ્થિતિ સક્રિય
ઓપરેટીંગ સિસ્ટમ આંતર-પ્લેટફોર્મ
પ્લેટફોર્મ પીએચપી
પ્રકાર બ્લોગ સોફ્ટવેર
પરવાનો જીપીએલ [૩]
વેબસાઈટ wordpress.org

વર્ડપ્રેસ એ મુક્ત અને ઓપન સોર્સ બ્લોગીગ ટુલ્સ અને કન્ટેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ છે .તે પીએચપી અને MySql પર આધારિત છે . જેની પહેલી આવૃત્તિ ૨૦૦૩ માં Matt Mullenweg અને Mike Little દ્વારા બહાર પાડવા માં આવી હતી. ૨૦૧૧ માં અલેક્ષા.કોમ નામની સાઈટ કે જે વેબસાઈટ સાઈટ નું મુલીયાંકન કરે છે. તેના રીપોર્ટ મુજબ દુનિયા ની ટોપ ૧ મિલિયન વેબસાઈટ માંથી લગભગ ૧૬.૭ % વેબસાઈટ વર્ડપ્રેસ ના પ્લેટફોર્મ પર આધારિત હતી ,હાલ માં દુનિયા માં સૌથી વધુ લોકપ્રિય બ્લોગીંગ માધ્યમ છે.

મુખ્ય સુવિધાઓ[ફેરફાર કરો]

વર્ડપ્રેસ માં થીમ , પ્લગ-ઇન્સ, વિજેટ જેવી સુવિધાઓ છે . આસાની થી બદલાવી શકાતી થીમ થી બ્લોગ/સાઈટ ના રૂપરંગ બદલાવી શકાઈ છે. વર્ડપ્રેસ માટે ની થીમ સાઈટ ને અનુરૂપ આસાની થી મળી જાય છે . બીજી સુવિધા પ્લગ-ઇન્સ છે, પ્લ્ગ-ઇન્સ ની મદદ થી વર્ડપ્રેસ ના માળખાકીય કોડ માં ફેરફાર કરિયા વગર તેમાં બીજી સુવિધા ઉમેરી શકો છે. વર્ડપ્રેસ ના પ્લ્ગ-ઇન્સ વિભાગ માં ૨૨,૦૦૦ થી પણ વધારે અલગ અલગ પ્લ્ગ-ઇન્સ ઉપલબ્ધ છે . તથા વિજેટ સાઈટ/બ્લોગ ના સાઈડબાર માં ડ્રોપ-ડ્રેગ કરી ને ફેસબુક લાઈક કે કેટેગરી આરામ થી ઉમેરી શકાઈ છે.
વર્ડપ્રેસ એ એક ઓપન સોર્સ હોવા થી દુનિયા ની સૌથી મોટી ડેવલોપર કોમ્યુનીટી ની મદદ .તેમજ વર્ડપ્રેસ બનેલ બ્લોગ/સાઈટ ને ગુગલ તથા અન્ય સર્ચએન્જીન આસાની થી સમજી સકે એવી બનાવી શકાઈ ને સર્ચએન્જીન દ્વારા આવતા વિઝીટર માં પણ વધારો કરી શકાઈ છે.દુનિયા મોટાભાગ ની વેબ-હોસ્ટીંગ કંપનીઓ ના સર્વર વર્ડપ્રેસ ને અનુકુળ આવે એવા હોઈ છે . સર્વર પર આસાની થી ઇન્સ્ટોલ કરી આપવા ની સુવિધા પણ આપે છે . એકી સાથે ઘણા બધા વપરાશકર્તા ઓ ઉમેરી શકાય છે એને યોગ્ય છુટછાટ આપી ને નિયંત્રિત પણ કરી શકાઈ છે .

વર્ડકેમ્પ[ફેરફાર કરો]

વર્ડકેમ્પ એ વર્ડપ્રેસ ના વપરાશકર્તા અને ડેવલોપર નું એક જગ્યા એ ભેગા મળી ને અનુભવ ને વિચાર નું આદાન-પ્રદાન કરવા મળતું એક સંમેલન છે . સૌથી પહેલો વર્ડકેમ્પ 200૬ ના ઔગસ્ટ મહિના માં સાન્ફ્રાસિસ્કો માં યોજાયો હતો . ત્યાર બાદ સમયાંતરે દુનિયા અલગ અલગ જગ્યાઓ પર વર્ડપ્રેસ ના વપરાશ કર્તાદ્વરા યોજવા માં આવે છે . અત્યાર સુધીમાં ૨૦૭ જટલા વર્ડકેમ્પ નું ૩૬ દેશો માં આયોજન થયેલ છે . ૨૦૧૩ ના ૨૬ જાન્યુઆરી ના દિવસે ગુજરાત ના વડોદરા શહેર માં પણ થયું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.