વાદળ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાદળ

વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફના કણોનો સમુહ છે. વૈજ્ઞાનીક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે. વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે. જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઇ જાય છે ત્યારે બાષ્પ હવામાં મૌજુદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે. અને જો તાપમાન વધુ પડતુ ઠંડુ હોય તો પાણીનું ટીપું બરફ કણમાં ફેરવાય છે. શરૂઆતના કણ કે ટીપાંના કદ અત્યંત સુક્ષ્મ હોય છે. સાનુકુળ પરિસ્થિતીમાં હવામાં મૌજુદ બાષ્પ આવા ટીપાંઓ પર ઠંડી પડી તેનું કદ વધારી શકે છે. તે ઉપરાંત બે ટીપાંઓના એકબીજામાં વિલિનીકરણથી પણ તેમનું કદ વધી શકે છે. જ્યારે ટીપાંઓનું કદ પર્યાપ્ત માત્રામાં વધી જાય છે, ત્યારે આ ટીપાં વરસાદ સ્વરૂપે વરસે છે.

વાતાવરણમાં સંવંહન (convection)ની પ્રક્રિયા દરમ્યાન રૂના ઢગ જેવા વાદળ બને છે, જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલસ વાદળ કહેવાય છે. આકાશમાં થરની જેમ છવાઈ જતાં વાદળાં સ્ટ્રેસ્સ તરીકે અને બહુ ઉંચે આકાશમાં બનતા તાંતણા જેવા વાદળ સિરસ તરીકે ઓળખાય છે.

મોટાભાગના વાદળો પૃથ્વીના ક્ષોભમંડળમાં નિર્માણ પામે છે. ક્યારેક સમતાપમંડળ કે મેસોસ્ફિયર (mesosphere)માં પણ વાદળાં જોવા મળી જાય છે. પૃથ્વી સિવાય સુર્યમંડળના અન્ય ગ્રહો અને ચંદ્રો પર પણ વાદળ જોવા મળે છે. તેમના વિશિષ્ટ તાપમાન અને વાતાવરણીય વાયુઓના કારણે ત્યાં મિથેન, એમોનિયા અને સલ્ફ્યુરીક એસિડના વાદળ બને છે.

વાદળના પ્રકારો[ફેરફાર કરો]

  • સીરસ વાદળ : ઉચ્ચ આકાશ ના સફેદ વાદળ
  • મોનસૂન વાદળ