વિકિપીડિયા:વિષે

વિકિપીડિયામાંથી
(વિકિપીડિયા થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
વિકિપીડિયા
Wikipedia-logo-en-big.png
Wikipedia's multilingual portal shows the project's different language editions.
વિકિપીડિયાના વિવિધ ભાષાઓના સંસ્કરણો
URL www.wikipedia.org
સૂત્ર મુક્ત જ્ઞાનકોશ જેમાં કોઇપણ સંપાદન કરી શકે છે
વાણિજ્યિક ? ના
સાઇટનો પ્રકાર મુક્ત વિશ્વ જ્ઞાનકોશ
નોંધણી વૈકલ્પિક
ઉપલબ્ધ ભાષાઓ 236 active editions (267 in total)[૧]
સામગ્રી પરવાનો ઢાંચો:Nobr
and GFDL dual-license
માલિક વિકિમીડિયા ફાઉન્ડેશન (non-profit)
દ્વારા બનાવેલ Jimmy Wales, Larry Sanger[૨]
શરૂઆત જાન્યુઆરી 15, 2001; સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "�" નો ઉપયોગ. (2001-01-15)
Alexa ક્રમ
 1. 7
વર્તમાન સ્થિતિ Perpetual work-in-progress[૩]


વિકિપીડિયા વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત[૪] વિશ્વ જ્ઞાનકોશ છે. જેની શરુઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા શબ્દ હવાઇયન ભાષાના શબ્દ વિકિ (wiki)-કે જેનો અર્થ ત્વરિત કે ઝડપી એવો થાય છે અને વેબસાઇટ સમૂહ બનાવવા માટે આ નામની એક ટેકનિક (સૉફ્ટવેર) પણ છે-જેનો ઉપયોગ વિકિપીડિયા કરે છે તેના પરથી વિકિ અને અંગ્રેજી ભાષામાં જ્ઞાનકોશ માટેના શબ્દ એન્સાઇક્લોપીડિયા પરથી પીડિયા શબ્દ મળીને વિકિપીડિયા શબ્દ બનેલો છે. દુનિયાભરના સ્વયંસેવકો દ્વારા લેખો બનાવીને વિકિપીડિયાને સમૃદ્ધ કરવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ વિકિપીડિયામાં યોગદાન આપી શકે છે[૫] તેમજ વિકિપીડિયા પર ઉપલબ્ધ માહિતીનો કોઇપણ ઉપયોગ કરી શકે છે.[૬] જેની શરુઆત ઇ.સ. 2001માં જિમી વેલ્સ અને લૈરી સંગેર દ્વારા કરવામા આવી હતી.[૭] આ વર્તમાનમાં ઇન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય સંદર્ભ છે.[૮][૯][૧૦] વિકિપીડિયાના આલોચકો દ્વારા વિકિપીડિયા પર કેટલાક દોષોનું આરોપણ કરવામાં આવે છે, તેઓ માને છે કે વિકિપીડિયામાં સંપાદન સત્યાપનીય વિવાદમાં સામાન્યપણે આમસહમતીનો પક્ષ લેવામાં આવે છે.[૧૧] વિકિપીડિયાની વિશ્વસનીયતા પણ એક ચર્ચાનો મુદ્દો છે.[૧૨] અન્ય આલોચકોના મત મુજબ નકલી અને અસત્ય જાણકારીનો સમાવેશ અને ભાંગફોડ તથા વિદ્વંસક પ્રવૃત્તિઓ પણ તેનો એક દોષ છે. જો કે વિકિપીડિયાથી સારા જાણકાર હોય તેવા વિદ્વાનોના મતે આવી ભાંગફોડ પ્રવૃત્તિ સામાન્ય રીતે અલ્પકાલિન હોય છે.[૧૩][૧૪]ન્યૂયોર્ક ટાઇમ્સના જોન્સન ડી[૧૫]અને એંડ્રયુ લીહે ઓનલાઈન પત્રકારિતા પર પાંચમી આંતરરાષ્ટ્રીય સંગોષ્ટિમાં[૧૬] વિકિપીડિયાના મહત્વને માત્ર વિશ્વકોશના સંદર્ભમાં આંકવાના બદલે વારંવાર અધ્યતન થનારા સમાચાર સ્ત્રોતના સંદર્ભમાં પણ વર્ણન કર્યું હતુ. કારણ કે તે વર્તમાન ઘટનાઓ પર ઘણી ઝડપી રીતે લેખો પ્રસ્તુત કરે છે. જ્યારે ટાઇમ પત્રિકાએ યૂ (You)ને વર્ષ 2006ના ટાઇમ પર્સન ઑફ ધી યરની માન્યતા આપી ત્યારે વેબ 2.0 સેવાઓના ઉદાહરણોમાં વિકિપીડિયાની યૂ ટ્યૂબ અને માયસ્પેશની હરોળમાં ગણતરી કરી હતી.[૧૭]

ઇતિહાસ[ફેરફાર કરો]

વિકિપીડિયાનો વિકાસ મૂળતઃ અન્ય એક વિશ્વકોશ પરિયોજના ન્યૂપીડિયા (Nupedia)માંથી થયો છે

વિકિપીડિયાની શરુઆત ન્યૂપીડિયાની એક પૂરક પરિયોજનાના સ્વરુપમાં થઈ હતી. ન્યૂપીડિયા અંગ્રેજી ભાષાની એક ઓનલાઇન મુક્ત જ્ઞાનકોશ પરિયોજના છે, જેના લેખો વિશેષજ્ઞો દ્વારા લખાયા હતા અને ઔપચારિક પ્રક્રિયા હેઠળ તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ન્યૂપીડિયાની સ્થાપના ૯ માર્ચ ૨૦૦૦ના વેબ પૉર્ટલ કંપની બોમિસના સ્વામિત્વ હેઠળ થઇ હતી. પ્રારંભે તેના મુખ્ય સદસ્યો જિમી વેલ્સ, બોમિસ (સીઇઓ) અને લૈરી સંગેર (મુખ્ય સંપાદક) હતા. શરુઆતમાં ન્યૂપીડિયાને તેના પોતાના ન્યૂપીડિયા ઓપન કન્ટેન્ટ લાયસન્સ તળે લાયસન્સ અપાયુ હતુ અને રિચર્ડ સ્ટાલમનના પ્રસ્તાવથી વિકિપીડિયાની સ્થાપના પૂર્વે તેને GNUના મુક્ત ડૉક્યુમેન્ટેશન લાયસન્સમાં બદલવામાં આવ્યું હતું.[૧૮] લૈરી સંગેર અને જિમી વેલ્સ વિકિપીડિયાના સંસ્થાપક છે.[૧૯][૨૦] વેલ્સને સાર્વજનિક રુપમાં સંપાદનયોગ્ય વિશ્વકોશના નિર્માણના ઉદ્દેશ્યને પરિભાષિત કરવાનું શ્રેય જાય છે.[૨૧][૨૨] જ્યારે આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે વિકિની રણનીતિનો ઉપયોગ કરવાનો શ્રેય સંગેરના ફાળે જાય છે.[૨૩] ૧૦ જાન્યુઆરી ૨૦૦૧ના લૈરી સંગેરે ન્યૂપીડિયા માટે એક ફિડર પરિયોજનાના રુપમાં એક વિકિનું નિર્માણ કરવા માટે ન્યૂપીડિયા મેઇલીંગ યાદીમાં પ્રસ્તાવ મૂક્યો.[૨૪] ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ www.wikipedia.com પર એકમાત્ર અંગ્રેજી ભાષાના સંસ્કરણ તરીકે વિકિપીડિયાનો પ્રારંભ થયો હતો.[૨૫] તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલીંગ લીસ્ટ પર કરવામાં આવી હતી. [૨૧] વિકિપીડિયાની "ન્યૂટ્રલ પોઇન્ટ ઑફ વ્યૂ"[૨૬]ની નીતિને પ્રારંભિક મહિનામાં ક્રમબદ્ધ કરવામાં આવી હતી, તે ન્યૂપીડિયાની પક્ષપાતહિન નીતિ જેવી હતી. પ્રારંભે ઘણા ઓછા નિયમો હતા અને વિકિપીડિયાની કામગીરી ન્યૂપીડિયાના બદલે સંપૂર્ણ સ્વતંત્ર રીતે થતી હતી.[૨૧]

અંગ્રેજી વિકિપીડિયા પર લેખોનું પ્રગતિ ચિત્ર, 10 જાન્યુઆરી 2001 થી, 9 સપ્ટેમ્બર 2007 સુધી (દસ મિલિયન લેખો પૂર્ણ થવાની તિથિ)

વિકિપીડિયાને પ્રારંભિક યોગદાનકર્તાઓ ન્યૂપીડિયામાંથી મળ્યા. ૨૦૦૧ના અંત સુધીમાં વિકિપીડિયા(અંગ્રેજી) પર ૨૦૦૦૦ લેખો અને અન્ય ૧૮ ભાષાઓના સંસ્કરણો બની ગયા હતા. ૨૦૦૨ના અંત સુધીમાં ૨૬ ભાષાઓના સંસ્કરણો થઈ ગયા. ૨૦૦૩ના અંત સુધીમાં ૪૬ અને ૨૦૦૪ના અંત સુધીમાં ૧૬૧ ભાષામાં સંસ્કરણો થઈ ગયા હતા.[૨૭] ૨૦૦૩માં ન્યૂપીડિયા હંમેશ માટે બંધ કરીને તેના લેખોનું વિકિપીડિયામાં વિલીનીકરણ કરી દેવાયું હતું. ત્યાંસુધી બન્ને સ્વતંત્ર રીતે કામ કરતા હતા. ૯ સપ્ટેમ્બર ૨૦૦૭ના અંગ્રેજી વિકિપીડિયા એ ૨ મિલિયન લેખોની સંખ્યા પાર કરી. આ તે સમયનો સૌથી મોટો વિશ્વકોશ બન્યો. એટલું જ નહીં આ આંકડાએ યોંગલ વિશ્વકોશના ૬૦૦ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો હતો. [૨૮]

વિકિપીડિયાની પ્રકૃતિ[ફેરફાર કરો]

સંપાદન[ફેરફાર કરો]

વિશ્વસનીયતા[ફેરફાર કરો]

વિકિપીડિયા સમુદાય[ફેરફાર કરો]

ઑપરેશન[ફેરફાર કરો]

વિકિમીડિયા ફાઉન્ડેશન[ફેરફાર કરો]

સોફ્ટવેર અને હાર્ડવેર[ફેરફાર કરો]

લાયસન્સ અને ભાષા સંસ્કરણ[ફેરફાર કરો]

સાંસ્કૃતિક મહત્વ[ફેરફાર કરો]

સબંધિત પરિયોજના[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ અને ટિપ્પણી[ફેરફાર કરો]

 1. વિકિપીડિયાની યાદી
 2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. અંગ્રેજી વિકિપીડિયા પર કેટલીક ગૈરમુક્ત સામગ્રી પણ છે
 5. કેટલાક લેખોને સંપાદનોથી સુરક્ષિત કે અર્ધસુરક્ષિત કરીને સંપાદનને અવરોધિત પણ કરવામાં આવે છે
 6. આ ઉપયોગ ક્રિયેટીવ કોમન્સ લાયસન્સને આધીન હોય છે
 7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 9. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil. सीएफ. बिल टॉनसर (वैश्विक प्रबंधक, हिटवाइज, "विकिपीडिया, सर्च एंड स्कूल होमवर्क", हिटवाइज: एक एक्सपीरियन कंपनी 1 मार्च 2007. पुनः प्राप्त दिसंबर 18, 2008.
 10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 12. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 13. Fernanda B. Viégas, Martin Wattenberg, and Kushal Dave (2004). "Studying Cooperation and Conflict between Authors with History Flow Visualizations" (PDF). Proceedings of the ACM Conference on Human Factors in Computing Systems (CHI) (Vienna, Austria: ACM SIGCHI): 575–582. doi:10.1145/985921.985953 . ISBN 1-58113-702-8. http://alumni.media.mit.edu/~fviegas/papers/history_flow.pdf. Retrieved 2007-01-24. 
 14. Reid Priedhorsky, Jilin Chen, Shyong (Tony) K. Lam, Katherine Panciera, Loren Terveen, and John Riedl (GroupLens Research, Department of Computer Science and Engineering, University of Minnesota) (2007-11-04). "Creating, Destroying, and Restoring Value in Wikipedia" (PDF). Association for Computing Machinery GROUP '07 conference proceedings (Sanibel Island, Florida). http://www-users.cs.umn.edu/~reid/papers/group282-priedhorsky.pdf. Retrieved 2007-10-13. 
 15. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 16. Andrew Lih (2004-04-16). "Wikipedia as Participatory Journalism: Reliable Sources? Metrics for Evaluating Collaborative Media as a News Resource" (PDF). 5th International Symposium on Online Journalism (University of Texas at Austin). http://jmsc.hku.hk/faculty/alih/publications/utaustin-2004-wikipedia-rc2.pdf. Retrieved 2007-10-13. 
 17. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 18. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 19. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 20. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 22. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 23. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 25. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 26. "વિકિપીડિયા:નિષ્પક્ષ દ્રષ્ટિકોણ, વિકિપીડિયા (21 જાન્યુઆરી 2007)
 27. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 28. "Encyclopedias and Dictionaries". Encyclopædia Britannica, 15th ed. 18. Encyclopædia Britannica. 2007. pp. 257–286.  Check date values in: 2007 (help)