વિકિપીડિયા:ઇન્ટરફેસ પ્રબંધકો
Appearance
(વિકિપીડિયા:આંતરપૃષ્ઠ પ્રબંધકો થી અહીં વાળેલું)
આ નિબંધ કોઈ એક અથવા વધુ વિકિમિત્રોની સલાહ કે મંતવ્યો ધરાવે છે . નિબંધો વ્યાપક ધોરણો કે લઘુમતિ દૃષ્ટિકોણ દર્શાવતા હોઈ શકે છે. આ અભિપ્રાયોને વિવેકબુદ્ધિ દ્વારા વિચારણામાં લેવા. નિબંધો વિકિપીડિયાની નીતિઓ અને માર્ગદર્શનો નથી. |
ઇન્ટરફેસ પ્રબંધક કે આંતરફલક પ્રબંધક કે આંતરપૃષ્ઠ પ્રબંધક એક વિકિપીડિયા સભ્ય સમૂહ છે જેમની પાસે વિકિપીડિયા ના બધા જાવાસ્ક્રિપ્ટ (JS), કેસ્કેડીંગ સ્ટાઇલ શીટ્સ (CSS), જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન (JSON) પાનાઓ પર ફેરફાર કરવાની પરવાનગી છે. હાલમાં વિકિપીડિયા પર ૧ ઇન્ટરફેસ પ્રબંધક છે.
પરવાનગી | સભ્ય | પ્રબંધક | ઇન્ટરફેસ પ્રબંધક |
---|---|---|---|
જોવું | Yes | Yes | Yes |
બનાવવું | No | No | Yes |
ફેરફાર કરવો | No | No | Yes |
સ્થળાંતર કરવું | No | No | Yes |
દૂર કરવું/કાઢી નાખવું | No | Yes | Yes |
દૂર થયેલો ઇતિહાસ જોવો | No | Yes | Yes |
પુનઃસ્થાપિત કરવું | No | No | Yes |
અધિકાર મેળવવા માટેની પ્રક્રિયા
[ફેરફાર કરો]ઇન્ટરફેસ પ્રબંધક અધિકાર સામાન્ય રીતે પ્રબંધકોને જ મળે છે, પરંતુ જો કોઈ તકનીકી જ્ઞાન ધરાવતો સભ્ય વિકિપીડિયાને સારા હેતુથી મદદ કરવા માટે આ અધિકાર મેળવવા માંગે તો તે પણ વિનંતી કરી શકે છે. આ અધિકાર મેળવવા માટે Two-factor authentication સક્રિય હોવું આવશ્યક છે, તેથી વિનંતી કરતા પહેલા એ સક્રિય કરી લેવું.
- સ્થળ: વિકિપીડિયા:ચોતરો
- પ્રક્રિયા: ગુજરાતી વિકિપીડિયા પર કોઈ પ્રશાસક ન હોવાથી આ અધિકાર કારભારીઓ દ્વારા આપવામાં આવે છે, તેઓ આ અધિકાર આપવા માટે ઓછામાં ઓછી ૧ અઠવાડિયાની સમૂદાય ચર્ચાની માંગ કરે છે. તેથી ચોતરા પર ચર્ચા ઓછામાં ઓછી ૧ અઠવાડિયા સુધી ચાલું રહશે, જો જે તે સભ્યને અધિકાર આપવા માટે કોઈ માન્ય વિરોધ નહીં હોય અને સમૂદાય સહમતી હશે તો વિનંતીને મેટા પર મોકલી દેવામાં આવે છે. અસ્પષ્ટ સર્વસંમતિમાં નિર્ણય કારભારીઓ દ્વારા લેવામાં આવે છે.