વિકિપીડિયા:જોડણીના નિયમો

વિકિપીડિયામાંથી

તત્સમ શબ્દો[ફેરફાર કરો]

  1. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ; ગુરુ; વિદ્યાર્થિની.
  2. ભાષામાં તત્સમ તથા તદ્ભવ બન્ને રૂપો પ્રચલિત હોય તો બન્ને સ્વિકારવા. ઉદા. કઠિન અને કઠણ, રાત્રિ અને રાત, દશ અને દસ, કાલ અને કાળ, નહિ અને નહીં, હૂબહૂ અને આબેહૂબ, ફર્શ અને ફરસ
  3. જે વ્યંજનાન્ત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ. આ નિયમ અંગ્રેજી તથા ફારસી ભાષાના શબ્દોને પણ લાગુ પડે છે.
  4. પશ્ચાત્, કિંચિત્, અર્થાત્, કવચિત્, એવા શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે વ્યંજનાન્ત લખવા. ઊદા. કિંચિત્કર, પશ્ચાતાપ. આવા આવયવો પછી જ્યારે આવે ત્યારે તેમને વ્યંજનાન્ત ન લખવા. ઉદા. કવચિત જ.
  5. આરબી, ફારસી, તથા અંગ્રજી ભાષાના શબ્દો લખતા તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવા. ઉદા. ખિદમત, વિઝિટ, નજર.
  6. એ અને ઓ નાં સાંકડા કે પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિંહ્નો વાપરવા નહી. પરંતુ, અંગ્રેજી શબ્દોનાં એ અને ઓ ના ઉચ્ચારમાં ભ્રંતિ નથાય માટે, તે દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો. ઉદા. કૉફી, ફૅશન, ઑગષ્ટ, કૉલમ વગેરે.
  7. અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિંહ્નો વાપરવા નહી.

    નોંધ: શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકો વાપરી શકાય. ઉદા. અંત - અન્ત, દંડ - દણ્ડ, સાંત - સાન્ત, બેંક - બેન્ક વગેરે.

હશ્રુતિ તથા યશ્રુતિ[ફેરફાર કરો]

નિયમ-8] બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોર જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહોંચ, જેવા ધાતુઓમાં હ જુદો પાડીને લખવો.

નિયમ-9] નાનું, મોટું, બીક, સામું, ઊનું, મોર {અવ્યય}, મોં, મોવું (લોટને), જ્યાં, ત્યાં, ક્યારે, ત્યારે, મારું, તારું, તમારું, તેનું, અમારું, આવું, વગેરેમાં હકાર ન દર્શાવવો. ( એટલે કે, હ જ્યાં દર્શાવવો ત્યાં જુદો પાડીને દર્શાવવો અને ન દર્શાવવો ત્યાં મુદ્દલ ન દર્શાવવો; ‘હ’ને આગલા અક્ષર સાથે જોડવો નહીં. )

નિયમ-10] નાહ, ચાહ, સાહ{સાહ-વું = ઝાલવું-પકડવું }, મોહ, લોહ, દોહ, સોહ {સોહ-વું = શોભવું,સોહાવું} એ ધાતુઓ અનિયમિત ગણી તેમનાં દર્શાવ્યાં પ્રમાણે રૂપો લખવાં : નાહ:- નાહું છું; નાહીએ છીએ; નહાય છે; નાહો છો; નાહ્યો, -હ્યા,-હી,-હ્યું,-હ્યાં; નાહીશ; નાહીશું; નહાશે; નહાશો; નહાત; નહાતો,-તી,તું;નાહનાર; નાહવાનો અથવા નાવાનો; નાહેલો,-લી,-લું; નહા; નહાજે; નાહવું. ચાહ:- ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છો; ચાહ્યો,-ચાહ્યા,-હી,-હ્યું,-હ્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશો; ચાહત; ચાહતો,-તી,-તું; ચાહનાર; ચાહવાનો; ચાહેલો,-લી,-લું; ચાહ; ચાહજે; ચાહવું. સાહ:- ( ચાહ પ્રમાણે ) મોહ:- મોહું છું; મોહીએ છીએ; મોહે છે; મોહો છો; મોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં;મોહીશ; મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો,-તી,-તું; મોહનાર; મોહવાનો; મોહેલો,-લી,-લું; મોહ; મોહજે; મોહવું. લોહ:- { લોહવું=લુછવું}લોહું છું; લોહીએ છીએ; લુહે છે; લુહો છો; લોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; લોહીશ; લોહીશું; લોહશે; લોહશો; લોહત; લોહતો,તી,-તું; લોહનાર; લોહવાનો અથવા લોવાનો; લોહેલો; લોહવું. લોવડા(રા)વવું; લોવાય; લોવણિયું. {લુછવા પરથી બનતા શબ્દો} દોહ:- દોહું છું; દોહીએ છીએ; દુહે છે; દુહો છો; દોહ્યો,-હ્યા,-હી,-હ્યું,-હ્યાં; દોહીશ; દોહીશું; દોહશે; દોહશો; દુહત અથવા દોહત; દોહતો,-તી,-તું; દોહનાર; દોહવાનો અથવા દોવાનો; દોહેલો,-લી,-લું; દોહ; દોહજે. દોવડા(રા)વવું; દોવાવું; દોવણ; દોણી. કોહ:- {કોહવું=સડવું }સામાન્યત:મોહ પ્રમાણે.પણ નીચેનાં રૂપો {નીચે}દર્શાવ્યા પ્રમાણે {લખવાં} : કોવડા(રા)વવું; કોવાવું; કોવાય; કોહપણ; કોહવાટ. સોહ:- {સોહવું=શોભવું} મોહ પ્રમાણે.

નિયમ- 11] કેટલાક ‘ઢ’ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે. જેમ કે, કહાડવું, વહાડવું. તેમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું.પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં.

નિયમ- 12] કેટલાક શબ્દોના ઉચ્ચારણમાં ગુજરાતના કેટલાક ભાગમાં યશ્રુતિ થાય છે. ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, લ્યો, દ્યો ઇ. પણ તે લખવામાં દર્શાવવાની જરુર નથી. જાત, આંખ, લાવ, લો, દો એમ જ લખવું.

તદ્ભવ શબ્દો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. સાર્થ ગૂજરાતી જોડણીકોશ, પાંચમી આવૃત્તિ, પાના નં ૯ થી ૧૩